Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

હવે ક્રિકેટ સ્ટેડિયમમાં પણ ઉડશે ડ્રોન : બીસીસીઆઈને અપાઈ શરતી મંજૂરી

શૂટિંગ માટે ઉડ્ડયન નિયમ, 1937ની વિવિધ જોગવાઈઓથી શરતી મુક્તિ

નવી દિલ્હી :ઉડ્ડયન ક્ષેત્રના નિયમનકાર ડીજીસીએ અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ભૂમિ ઉપરના ડ્રોન દ્વારા આ વર્ષે ક્રિકેટ મેચનું શૂટિંગ કરવા માટે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ને શરતી મંજૂરી આપી દીધી છે.

 સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે, નાગરિક ઉડ્ડયન મંત્રાલયને સીધા ટ્રાન્સમિશનના સંદર્ભમાં BCCI અને ક્વિડિક પાસેથી રિમોટલી પાઇલટ એરક્રાફ્ટ સિસ્ટમ્સ (RPAS) ની મંજૂરી અને ઉપયોગ માટે વિનંતી કરવામાં આવી હતી.

એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બીસીસીઆઈ અને ક્વિડિકને 31 ડિસેમ્બર 2021 સુધી ભારતમાં ક્રિકેટ મેચોના શૂટિંગ માટે ઉડ્ડયન નિયમ, 1937ની વિવિધ જોગવાઈઓથી શરતી મુક્તિ આપવામાં આવી છે. સિવિલ એવિએશન ડિરેક્ટોરેટ જનરલ (DGCI) અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે શરતી મંજૂરી આપવા માટે 4 ફેબ્રુઆરીએ અલગ-અલગ આદેશો જારી કર્યા હતા

(10:36 pm IST)