Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

ઓસ્ટ્રેલીયામાં ચાઇનીઝ ચેનલમાં કાર્યરત પત્રકારની ધરપકડ

ગેરકાયદેસર રીતે વિદેશીઓ સાથે 'રહસ્યો' શેર કરવા માટે ચેંગ લીની ધરપકડ કરાઈ

ઓસ્ટ્રેલિયામાં એક ચાઇનીઝ ટેલિવિઝન ચેનલમાં કામ કરતા એક પત્રકારને, ગેરકાયદેસર રીતે વિદેશીઓ સાથે 'રહસ્યો' શેર કરવા માટે, ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા પણ ચીનમાં, તેને 6 મહિના કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો.

ઓસ્ટ્રેલિયાના વિદેશ પ્રધાન મોરિસ પાયને જણાવ્યુ હતુ કે,' ચીની વહીવટીતંત્રે તેમને જાણ કરી હતી કે, ઓસ્ટ્રેલિયન પત્રકાર ચેંગ લીને ઓપચારિક રીતે 5 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી.' પાયને જણાવ્યુ હતુ કે, 'ચેંગની ધરપકડ કરવામાં આવી તે પહેલાં, તેની 6 વાર પૂછપરછ પણ કરવામાં આવી હતી.'

વહીવટીતંત્રે ચેંગની ધરપકડ અંગે, ચિંતા વ્યક્ત કરી છે. ચેંગ ધરપકડ કરાયેલ બીજો ટોચના નાગરિક છે. આ પહેલા વર્ષ 2019 માં, જાન્યુઆરી મહિનામાં લેખક યાંગ હેંગ્જુનને જાસૂસી કરવાના આરોપ હેઠળ, ધરપકડ કરવામાં આવી હતી.

(12:00 am IST)