Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

દેશના 5 કેન્દ્ર શાસિત પ્રદેશ સહીત 17 રાજ્યોમાં કોરોનાથી કોઈ મૃત્યુ થયુ નથી

કુલ કેસોમાંથી 81 ટકા કેસ, 5 રાજ્યોમાં:70 ટકા કોરોના કેસ કેરળ અને મહારાષ્ટ્રમાં

Alternative text - include a link to the PDF!

નવી દિલ્હી : દેશમાં કોરોનાના નવા કેસોની ગતિમાં ઘટાડો નોધાયો છે. છેલ્લા 24 કલાકમાં, 5 કેન્દ્ર શાસિત પ્રદેશ સહિત, 17 રાજ્યોમાં કોરોનાને લીધી કોઈ મૃત્યુ થયુ નથી. આ રાજ્યોમાં અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ, લદ્દાખ, જમ્મુ-કાશ્મીર, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને મેઘાલયનો સમાવેશ થાય છે.

દેશમાં હાલ કોરોનાના 1,48,609 સક્રિય કેસ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 11,831 કેસો નોંધાયા છે. આમાંથી મોટાભાગના કેસો, મહારાષ્ટ્ર અને કેરળના છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં કોરોના સંક્રમણ ના કુલ કેસોમાંથી 81 ટકા કેસ, 5 રાજ્યોમાં છે. તેમાંથી 70 ટકા કોરોના કેસ કેરળ અને મહારાષ્ટ્રમાં છે.

(11:02 pm IST)