Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

ટ્રેકટર રેલી હિંસાનો માસ્‍ટર માઇન્‍ડ દીપ સિધ્‍ધુની ધરપકડ

દિલ્‍હી પોલીસને મળી મોટી સફળતા : ૧ લાખનું ઇનામ પણ રાખવામાં આવ્‍યું હતું

નવી દિલ્‍હી તા. ૯ : દિલ્‍હી પોલીસે ૨૬ જાન્‍યુઆરીએ બનેલી દિલ્‍હી હિંસાના મુખ્‍ય સૂત્રધાર દીપ સિદ્ધુની ધરપકડ કરી છે. દીપ સિદ્ધુના માથા પર દિલ્‍હી પોલીસે એક લાખનું ઇનામ જાહેર કર્યું હતું.

કેન્‍દ્ર સરકારના નવા કૃષિ કાયદા સામે ખેડૂત આંદોલનનો આજે ૭૬ મો દિવસ છે. આ દરમિયાન દિલ્‍હી પોલીસે ૨૬ જાન્‍યુઆરીએ બનેલી દિલ્‍હી હિંસાના મુખ્‍ય સૂત્રધાર દીપ સિદ્ધુની ધરપકડ કરી છે. દીપ સિદ્ધુના માથા પર દિલ્‍હી પોલીસે એક લાખનું ઇનામ જાહેર કર્યું હતું. દીપ સિદ્ધુની ધરપકડ દિલ્‍હી પોલીસના સ્‍પેશિયલ સેલે દ્વારા કરવામાં આવી.

દીપ સિદ્ધુની દિલ્‍હી પોલીસના સ્‍પેશિયલ સેલે ધરપકડ કરી છે. મુખ્‍ય આરોપી દીપ સિદ્ધુ ૨૬ જાન્‍યુઆરીથી ફરાર હતો. ત્‍યાર બાદ તે સોશિયલ મીડિયામાં ઘણો એક્‍ટીવ હતો. આખરે પોલીસને સફળતા પ્રાપ્ત થઇ છે. દિપ સિવાય લાલ કિલ્લા પર ધ્‍વજ ફરકાવનાર ભૂતપૂર્વ ગેંગસ્‍ટર લખા સિધના અને જુગરાજ હજુ સુધી ગૂમ છે. દિલ્‍હી પોલીસે હિંસા કરનારા લગભગ ૫૦ લોકોની તસવીરો પણ બહાર પાડી છે.

દીપ સિધ્‍ધુ પંજાબી ફિલ્‍મનો અભિનેતા છે અને સામાજીક કાર્યકર્તા પણ છે. દીપે તેમના ફિલ્‍મી કેરીયરની શરૂઆત પંજાબ ફિલ્‍મ રમણ જોગી સાથે કરી હતી. જે અંગે કહેવામાં આવ્‍યું છે કે તેના નિર્માતા ધર્મેન્‍દ્ર છે. દીપ સિધ્‍ધુનો જન્‍મ વર્ષ ૧૯૮૪માં પંજાબના મુકસર જિલ્લામાં થયો છે.

(10:45 am IST)