Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

રાહુલના ચાબખા સતત ચાલુ !!

નવી દિલ્‍હી, તા. ૯ :. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી સતત ટ્‍વીટરના માધ્‍યમથી વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી અને તેમની સરકાર પર હુમલો કરતા રહે છે. તાજેતરમાં ફરી એક વખત તેમણે ટ્‍વીટરના માધ્‍યમથી બજેટ મામલે મોદી સરકાર પર નિશાન સાધ્‍યુ છે. તેમણે ટ્‍વીટમાં લખ્‍યુ હતુ કે ‘ના જવાન, ના કિસાન, મોદી સરકાર માટે ૩-૪ ઉદ્યોગપતિ મિત્ર જ ભગવાન ! '

અગાઉ પણ રાહુલ ગાંધીએ ટ્‍વીટમાં વડાપ્રધાનના નામનો ઉલ્લેખ કર્યા વગર તેમના પર નિશાન સાધ્‍યુ હતુ અને તેમની તુલના તાનાશાહો સાથે કરી હતી. તેમણે ટ્‍વીટમાં સવાલ કર્યો હતો કે આખરે શા માટે ઘણા બધા તાનાશાહોના નામ ‘એમ'થી ચાલુ થાય છે.

આ સાથે જ તેમણે કેટલાક પ્રમુખ તાનાશાહોના નામ પણ લખ્‍યા હતા જેમા માર્કોસ, મુસોલિની, મિલોસેવી, મુબારક, મોબુતુ, મુશર્રફ, માઈકોમ્‍બરોનો સમાવેશ થાય છે. આ અંગે ભાજપે ખૂબ જ આકરી પ્રતિક્રિયા આપી હતી અને મોતીલાલ નહેરૂનું નામ પણ એમથી શરૂ થાય છે તે ભૂલી ગયા ? એવો ટોણો માર્યો !

(10:47 am IST)