Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

બીટકોઇનમાં સૌથી મોટો ઉછાળો

એલન મસ્‍કની ગજબની ચાલ : સર્વોચ્‍ચ સ્‍તરે કિંમત પહોંચી ગઇ

મુંબઇ તા. ૯ : બિટકોઇનની કિંમત તેના અત્‍યાર સુધીનાં સર્વોચ્‍ચ સ્‍તરે પહોંચી ગઇ છે, બિટકોઇનની કિંમતોમાં આવેલો આ ઉછાળો તેમાં થયેલા એક મોટા ઇન્‍વેસ્‍ટમેન્‍ટનાં કારણે આવ્‍યો છે, આ રોકાણ દુનિયાનાં સૌથી ધનવાન એલન મસ્‍કની કંપની ટેસ્‍લાએ કર્યું છે, ટેસ્‍લાએ જણાવ્‍યું કે તેણે સૌથી લોકપ્રિય ક્રિપ્‍ટોકરન્‍સી બિટકોઇનમાં ૧.૫ અબજ ડોલરનું રોકાણ કર્યું છે.

ટેસ્‍લાની આ ઘોષણા બાદ બિટકોઇનની કિંમત ૧૫ ટકાની તેજી સાથે ૪૪,૧૪૧ ડોલર પર પહોંચી ગઇ, સૌપ્રથમ વખત બિટકોઇનની કિંમત ૪૪ હજાર ડોલરને વટાવી ગઇ છે, ભારતીય ચલણનાં હિસાબે જોઇએ તો બિટકોઇનની કિંમત ૩૨ લાખ રૂપિયાથી પણ વધુ થઇ ગઇ છે.

આ રોકાણની સાથે ટેસ્‍લા વિવાદાસ્‍પદ ક્રિપ્‍ટોકરન્‍સી બિટકોઇનને સપોર્ટ કરનારી વિશ્વની અત્‍યાર સુધીની સોથી મોટી કંપની બની ગઇ છે, તે ઉપરાંત ટેસ્‍લાએ કહ્યું છે કે કે પોતાની પ્રોડક્‍ટ માટે ડિઝિટલ કોઇનથી પણ પેમેન્‍ટ સ્‍વિકારશે, બિટકોઇન માટે ગત વર્ષ સર્વોત્તમ રહ્યું છે, વર્ષ ૨૦૨૦માં તેનાં ભાવમાં ૪ ગણો વધારો થયો છે.

થોડા દિવસો પહેલા એલન મસ્‍કે તેમના ટ્‍વીટર પ્રોફાઇલ પર #bitcoin ટેગ પણ કર્યું હતું, ટેસ્‍લાનું આ રોકાણ, ક્રિપ્‍ટોકરન્‍સી બિટકોઇન માટે સૌથી મોટો આધાર છે, મની લોન્‍ડ્રિંગ અને ફ્રોડમાં બિટકોઇનનો ઉપયોગ વધ્‍યો છે, તેનાં કારણે નિતી નિર્ધારકો તેની સતત ટીકા કરી રહ્યા છે, લંડનમાં Nexoનાં મેનેજિંગ પાર્ટનર અને કો-ફાઉન્‍ડર એન્‍ટોની ટ્રેન્‍ચેવનું કહેવું છે કે તેમને આશા છે કે વર્ષ ૨૦૨૨નાં અંત સુધીમાં એસ એન્‍ડ પી ૫૦૦ની ઓછામાં ઓછી ૧૦ ટકા કંપનીઓનું બિટકોઇનમાં રોકાણ હશે.

(10:48 am IST)