Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

એલપીજી ગેસ સીલીન્‍ડર ઉપરની સબ્‍સીડી સમાપ્‍ત થઇ જવા તૈયારી ?

 

મુંબઇ તા. ૯ : LPG પર મળનારી સબ્‍સિડીને સરકાર ખતમ કરી શકે છે. તેવા અહેવાલો ચારેકોર ચર્ચાય છે. નાણામંત્રીએ વર્ષ ૨૦૨૨ માટે પેટ્રોલિયમ સબ્‍સિડીને ઘટાડીને ૧૨,૯૯૫ કરોડ રૂપિયા કરી છે. બજેટમાં તેઓએ ઉજ્જવલા સ્‍કીમમાં ૧ કરોડ લાભાર્થીને જોડ્‍યા. સરકારને લાગે છે કે જો LPG સિલિન્‍ડરના ભાવ વધારાશે તો કેન્‍દ્ર ઉપરથી સબ્‍સિડીનો બોજ ઘટી શકે છે.

આ પહેલાં પણ જોઈએ તો ૨૦૧૯માં LPGની કિંમતો વધારી દેવાઈ હતી. પેટ્રોલમાં કરાયેલા વધારાથી આ કિંમત ઓછી હતી. આવું આ વર્ષે પણ થઈ શકે છે. LPG સિલિન્‍ડરના ભાવ રીટેલ વેન્‍ડર્સ વધારી શકે છે. એક રિપોર્ટ અનુસાર સરકાર સબ્‍સિડીને ખતમ કરવાની તૈયારી કરી રહી છે. આ કારણ છે કેરોસીન અને LPG ના ભાવ સતત વધી રહ્યા છે.

૧૫મી નાણા આયોગના રિપોર્ટમાં કહેવાયું છે કે પેટ્રોલિયમમ સબ્‍સિડીના કારણે રાજસ્‍વ વર્શ ૨૦૧૧-૧૨ના ૯.૧ ટકાના આધારે ઘટીને વર્ષ ૨૦૧૮-૧૯માં ૧.૬ ટકા થયું હતું. જીડીપીના આધારે તે ૦.૮થી ઘટીને ૦.૧ ટકા થઈ ગયું હતું. આ સમયે કેરોસીન સબ્‍સિડી જે ૨૦૧૧-૧૨માં ૨૮૨૧૫ કરોડ રૂપિયા હતી તે ૨૦૨૦-૨૧ના બજેટના અનુમાન માટે ઘટાડીને ૩૬૫૯ કરોડ રૂપિયા કરી દેવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર નાણા આયોગે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે ઉજ્જવલા સ્‍કીમથી LPG સબ્‍સિડીનો બોજ વધી શકે છે. જો સરકાર સબ્‍સિડી સ્‍કીમને ગરીબો સુધી સીમિત રાખે છે તો સબ્‍સિડી સિલિન્‍ડરની સંખ્‍યાને કૈપ કરીને બોજ ઘટાડી શકાય છે.

LPG સિલિન્‍ડરની કિંમતો આંતરરાષ્ટ્રીય બેંચમાર્ક અને રૂપિયા ડોલર એક્‍સચેન્‍જ રેટ પર નક્કી કરાય છે. સરકાર સબ્‍સિડીના રૂપિયા સીધા લાભાર્થીના એકાઉન્‍ટમાં મોકલે છે.

ભારત સરકારે ઉજ્જવલા સ્‍કીમ ૧ મે ૨૦૧૬માં લોન્‍ચ કરી હતી. તેમાં ગરીબી રેખાથી નીચેના પરિવારોને એલપીજી કનેક્‍શન માટે ૧૬૦૦ રૂપિયા આપવામાં આવે છે.

 

(10:55 am IST)