Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

વીઝા પર પાકિસ્તાન ગયેલા ૧૦૦ કાશ્મીરી યુવકો લાપતાઃ સ્લીપર સેલ બન્યા હોવાની આશંકા

શ્રીનગરઃ છેલ્લા ત્રણ વર્ષમાં ટુંકાગાળાના વીઝા પર પાકિસ્તાન ગયેલા ઘણાં બધા કાશ્મીરી યુવકોની કોઈ ભાળ નથી મળી રહી. આવા લોકોની સંખ્યા ૧૦૦ જેટલી હોઈ શકે છે. તેઓ કાં તો પાકિસ્તાનથી પાછા નથી આવ્યા અથવા તો પાછા ફર્યા પછી ગાયબ થઈ ગયા છે.

સુરક્ષા એજન્સીઓનું કહેવું છે કે આતંકવાદીઓ સાથે ભારતીય સરહદમાં તેમની ઘૂસણખોરી પણ હોઈ શકે છે. તેમના સ્લીપર સેલ બની જવાની આશંકા છે. એ પણ શકય છે કે તેઓ આતંકવાદી સંગઠનો અથવા પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના ઈશારાની રાહ જોઈ રહયા હોય. પાકિસ્તાન જનારાઓમાંથી  મોટાભાગના મધ્યમ વર્ગીય પરિવારના છે. આતંકવાદી સંગઠનો આવા નવા ચહેરાઓનો ઉપયોગ સુરક્ષિત રીતે કરી શકે છે.

સુરક્ષા એજન્સીઓ હાલમાં જ પાકિસ્તાનથી પરત આવેલા આવા યુવાઓ સાથે વાતચીત કરી રહી છે. ગયા વર્ષે એપ્રિલમાં ઉત્તર કાશ્મીરના હંદવાડામાં મુઠભેડમાં પાંચ આતંકવાદીઓ માર્યા ગયા હતા. પછી ખબર પડી કે તેમાંથી એક સ્થાનિક યુવક હતો. જે પાકિસ્તાન ગયો હતો પણ તેના પાછા ફરવાની કોઈ માહિતી જ  ન હોતી.

(11:40 am IST)