Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

દિલ્હી- હરિયાણા બોર્ડર પસાર કરાવવાનું ભાડું ૧૦૦ રૂપિયા : સિંધુ બોર્ડર બંધ હોવાના કારણે વાહનોના ભાડામાં ૧૦ ગણો વધારો : આટલા રૂપિયા ખર્ચ્યા પછી પણ પગપાળા ચાલવું પડે છે

નવીદિલ્હીઃ સિંધુ બોર્ડર પર દિલ્હી- હરિયાણા બોર્ડર પસાર કરાવવાનું ભાડું દસ ગણું વધી ગયું છે. મુખ્ય રસ્તો બંધ હોવાના કારણે ઓટો, ઈ- રીક્ષા અને બસો સિંધુ ગામ અને કોંડલીના રસ્તે દિલ્હી- સોનીપત- બહાલગઢ વચ્ચે ચાલી રહી છે. વળાંકવાળા અને જર્જરિત રસ્તાઓ પર કરાવાતી આ સફરનું ભાડું અત્યારે ૧૦ને બદલે ૧૦૦ રૂપિયા થયા છે. પોલીસ બેરીકેડીંગની નજીકથી ચાલતી સેવાઓ અત્યારે અવરજવરનું એકમાત્ર સાધન બની ગયું છે.

ગણતંત્ર દિવસ પર થયેલ હિંસા પછી દિલ્હી પોલીસે સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી દીધી છે. બેરીકેડીંગથી પગપાળા પણ નથી જવાતું આનો ફાયદો ઓટો, ઈ- રીક્ષા અને બસવાળાઓ ઉઠાવી રહ્યા છે. બેરીકેડીંગ પાસેથી જ આ સેવાઓ ચાલે છે. દિલ્હી તરફથી આવતા વાહનોને બેરીકેડીંગથી દોઢ કિલોમીટર પહેલા જ રોકી દેવાય છે. ત્યાંથી બેરીકેડ પહોંચવા માટે દોઢ કિલોમીટર પગપાળા ચાલવું પડે છે. સિંધુ ગામથી કુંડલી પહોંચવા માટે ખેતરોની વચ્ચેથી પસાર થતા માર્ગ પર લગભગ ત્રણ કિલોમીટર સુધી આંચકા ખાતા ખાતા મુસાફરી કરવા માટે દરેક મુસાફરે ૨૦-૩૦ રૂપિયા ખર્ચવા પડે છે.

(11:40 am IST)