Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

હવે PNG - CNG મોંઘા થયા

મુંબઇ તા. ૯ : મુંબઈ અને આસપાસના ક્ષેત્રોમાં પાઈપ દ્વારા ગેસની અપૂર્તિ કરવાવાળી કંપની મહાનગર ગેસએ સોમવારે કંપ્રેસ્ડ પ્રકૃતિક ગેસ (CNG)નો ભાવ ૧.૫ રૂપિયા પ્રતિ કિલોગ્રામ અને પાઈપથી પહેંચાડાયેલી દ્યરેલૂ ગેસ (PNG)નો ભાવ ૯૫ પૈસા પ્રતિ ધન મીટર વધારવામાં આવ્યો. સરકારી ક્ષેત્રની કંપનીએ કહ્યુ કે, તેને કોવિડ ૧૯ મહામારી દરમ્યાન પરિચાલન કર્મચારી અને સ્થાયી ખર્ચોઓમાં વધારાની આંશિક ભરપાઈ માટે આ ઈંધણોના ભાવ વધાર્યા છે.

આ મહિનામાં ૧૯ કિલોગ્રામ કોમર્શિયલ સિલેન્ડરની કિંમતમાં ૧૯૧ રૂપિયાનો વધારો થયો હતો. પરંતુ ૪ ફેબ્રુઆરીના દ્યરેલું રસોઇ ગેસના ભાવ એકવાર ફરીથી વધ્યા. ડિસેમ્બરમાં રસોઇ ગેસ સિલિન્ડરની કિંમતોમાં બે વાર વધારો થયો હતો. નવેમ્બરના ૫૯૪ વધારીને એક ડિસેમ્બરે તેનો ભાવ ૬૪૪ રૂપિયા કરાયો ત્યારબાદ ફરી ૧૫ ડિસેમ્બરના એકવાર ફરી તેની કિંમત ૬૯૪ રૂપિયા કરાઈ. એક મહિનામાં ૧૦૦ રૂપિયાનો વધારો કરાયો હતો. ત્યારબાદ જાન્યુઆરીમાં તેલ કંપનીઓએ એલપીજીની કિંમત સ્થિર રાખી હતી અને હવે ફરી વાર એલપીજીની કિંમતોમાં વધારો થયો છે.

(11:41 am IST)