Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

તણાવ દુર કરવા વિષે વાત કરશે નરેન્દ્રભાઇ

'પરીક્ષા પે ચર્ચા' વિષય ઉપર કાર્યક્રમઃ વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ આપશે : બોર્ડના વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં ભાગ લેશેઃ શિક્ષણ મંત્રાલય દ્વારા તારીખ જાહેર કરાશે

નવી દિલ્હીઃ ટુંક સમયમાં પરીક્ષાઓ શરૂ થનાર  છે. તણાવ દુર કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી   વિદ્યાર્થીઓ સાથે વાત કરશે. કેન્દ્રના શિક્ષણ મંત્રાલય દ્વારા તારીખની ઘોષણા કરવામાં આવશે. વિદ્યાર્થીઓને વડાપ્રધાન મોદી સાથે પ્રશ્નોતરી કરવાની પણ તક મળશે.

સીબીએસઇ સહિત દેશભરમાં ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાઓની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા છે.

કોવિડ-૧૯ના લીધે ગત આખું વર્ષ શાળાઓ બંધ રહેતા વિદ્યાર્થીઓના અભ્યાસમાં મુશ્કેલીઓ આવી હતી. વિદ્યાર્થીઓ ચિંતામાં છે કે બોર્ડની પરીક્ષામાં ટકાવારી ઘટી ન જાય. જેના પગલે 'પરીક્ષા પે ચર્ચા ૨૦૨૧' નું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવ્યું છે.

વૈશ્વિક મહામારીના પગલે શાળાઓ બંધ કરી હોવા છતાં પણ ઓનલાઇન શિક્ષણકાર્ય ચાલુ રહયું હતુ. 'પરીક્ષા પે ચર્ચા ૨૦૨૧' કાર્યક્રમ આ થીમ ઉપર રહેશે. જેમાં વિદ્યાર્થીઓ સાથે વડાપ્રધાન મોદી વાત કરશે. કે કેવી રીતે વિષમ પરીસ્થિતિઓમાં પણ તૈયારીઓ વગર શિક્ષકો દ્વારા છાત્રોને ઓનલાઇન જોડવામાં આવ્યા હતા.

(11:42 am IST)