Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

ગુજરાત કયારેય બંગાળ પર શાસન નહીં કરી શકે : મમતા બેનર્જી

'અમ્ફાન' ચક્રવાત વખતે મામૂલી રકમ આપનાર કેન્દ્ર સરકાર નિષ્ઠૂર છે

કોલકતા,તા. ૯: પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ અમ્ફાન ચક્રવાત પછી પશ્ચિમ બંગાળને મામૂલી રકમ આપવા માટે કેન્દ્ર સરકારને નિષ્ઠૂર ગણાવતા ગઇ કાલે કહ્યું કે ગુજરાત કયારેય બંગાળ પર શાસન નહીં કરી શકે. તેમણે કહ્યુ કે વિનાશકારી ચક્રવાત અમ્ફાન પછી પશ્ચીમ બંગાળની યાત્રા દરમ્યાન વડાપ્રધાને માત્ર ૧૦૦ કરોડ રૂપિયાની જાહેરાત કરી હતી. આ રકમ પણ વચગાળાની રકમ તરીકે અપાઇ હતી. મે કયારેય આવી નિષ્ઠૂર સરકાર નથી જોઇ.

મુખ્ય પ્રધાને કહ્યું કે સોમવારે અને મંગળવારે ૭૨,૨૦૦ કરોડ રૂપિયાની ૧૯ પરિયોજનાઓનું તે ઉદ્ઘાટન કરશે જેનાથી ૩.૨ લાખ લોકો માટે રોજગારીની તકો ઉત્પન્ન થશે. સોળમી પશ્ચિમ બંગાળ વિધાનસભાના સમાપન સત્રના અંતિમ દિવસે બેનર્જીએ લેખાનુદાન પર તેમની ટીકા કરનારા વિપક્ષોને આડા હાથે લેતા કહ્યુ કે કેટલાક લોકો એવુ માને છે કે અમે હવે થોડા દિવસ માટે જ છીએ પણ આગામી વિધાનસભા ચૂંટણીમાં અમે મોટા જનાદેશ સાથે પાછા આવશું. તેમણે મોદી અને શાહની બંગાળયાત્રા તરફ ઇશારો કરતા કહ્યું કે ગુજરાત કયારેય બંગાળ પર શાસન નહીં કરી શકે.

(11:43 am IST)