Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

૨૦ રૂ. કિલોએ મળતી ડુંગળીના ભાવ રૂ.૫૦-૫૫ થઇ ગયા

દિલ્હી, મુંબઇ સહિત દેશમાં ડુંગળીના ભાવમાં ત્રણ ગણો વધારો

નવી દિલ્હીઃ  તા.૮, ફરી એક વાર દેશમાં ડુંગળીની કિંમતમાં મોટો વધારો જોવા મળ્યો છે. ૧૫ દિવસથી ડુંગળીના ભાવ સતત વધી રહ્યો છે ત્યારે ૧૫ દિવસમાં જ ભાવમાં ૩ ગણો વધારો નોંધાયો છે. જેના કારણે ૨૦ રૂપિયે કિલોની ડુંગળીના ભાવ ૫૦-૫૫ રૂપિયા કિલો સુધી પહોચી ચૂકયા છે.

 અહીં થોક ભાવ ૧૦૦૦ રૂપિયે કિલો પ્રતિ કિવન્ટલ રહ્યો છે. કારોબારીઓનું કહેવું છે કે ૧૫ ફેબ્રુઆરીથી નાસિકથી ડુંગળીનો સપ્લાય શરૂ થશે ત્યાર બાદ કિંમતમાં ઘટાડો આવી શકે છે.

 કિંમતમાં વધારો તેના સપ્લાયમાં આવી રહેલી મુશ્કેલી છે. કિંમતમાં વધારાને લઈને એશિયાની સૌથી મોટી ફળ અને શાક માર્કેટ આઝાદપુર મંડીની માહિતીના આદ્યારે અને ઓછા સપ્લાયના કારણે કિંમતો વધી રહી છે. જે ડુંગળીનો થોકનો ભાવ ૨૨ રૂપિયે કિલો હતો અને સાથે તે હવે ૩૩ રૂપિયે કિલો થઈ ચૂકયો છે.

 ડુંગળીની કિંમતોમાં ફકત દિલ્હીના અનેક વિસ્તારોમાં કિંમતોમાં ભાવ વધ્યો છે. કારોબારીઓનું કહેવું છે કે ડુંગળીના થોકના ભાવ વધી રહ્યા છે જેના કારણે રીટેલ કિંમત પણ વધી રહી છે. નોઈડામાં હાલમાં કિંમત ૫૦-૬૦ રૂપિયા પહોંચી છે. આ સિવાય અન્ય શાકમાં પણ ૧૦-૨૦ ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે.

(11:46 am IST)