Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

દિલ્હીની ચાવડી બજારમાં ઝડપાયુ નકલી ટેલીફોન એકસચેન્જ

ગેરકાયદેસર રીતે આંતરરાષ્ટ્રીય કોલનું મોટુ કૌભાંડ : એક ઝડપાયો : મુખ્ય આરોપી ફરાર

નવી દિલ્હી તા. ૯ : દુરસંચાર વિભાગ અને મધ્ય જિલ્લા પોલીસના સંયુકત ઓપરેશનમાં જુની દિલ્હીના ચાવડી બજારમાં ધમધમતુ નકલી ટેલીફોન એકસચેન્જ ઝડપાયુ છે. જયાંથી ભારતીય સર્વરને બાયપાસ કરી ગેરકાયદેસર રીતે આંતરરાષ્ટ્રીય કોલ જોડી અપાતા હતા. અત્યાર સુધીમાં આ રીતે દુર સંચાર વિભાગને ૭૦ કરોડનો ચુનો લગાવાયો હોવાનું અનુમાન લગાવાઇ રહ્યુ છે. પોલીસે એક આરોપીને ઝડપી લીધો છે. જયારે મુખ્ય આરોપી નાસી છુટયો છે. મુખ્ય આરોપીના ચીન પ્રવાસની વિગતો પણ પોલીસને મળી છે. ઝુલ્ફીકારનો ભાણેજ ઇમરાન આ એકસચેન્જ ચલાવી રહ્યો હતો.

(11:47 am IST)