Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

અધિર રંજન ચૌધરીએ જેપીસી તપાસની કરી માંગ

સરકારે પોતાના લોકોને મોકલીને કરાવી લાલકિલ્લામાં હિંસા

નવી દિલ્હી : કોંગ્રેસ ગણતંત્ર દિવસે દિલ્હીમાં કિસાન પરેડ દરમિયાન થયેલ હિંસા પાછળ કેન્દ્ર સરકારનો દોરી સંચાર હોવાનો અત્યંત સનસનાટી પુર્ણ આક્ષેપ કર્યો છે. તેમણે કહયું કે ભાજપા સરકારે જ ખેડુતોના વેષમાં પોતાના માણસોને લાલ કિલ્લા પર મોકલીને હિંસા કરાવીહ તી. લોકસભામાં કોંગ્રેસ સંસદીય પક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પરની ચર્ચામાં ભાગ લેતા હિંસાની આ ઘટનાની તપાસ સંયુકત સંસદીય સમિતિ પાસે કરાવવાની માંગણી કરીહ તી.

તેમણે લાલ કિલ્લાની ઘટનાનો ઉલ્લેખ કરતા કહયુ કે સત્ય તો એ છે કે તમે ઇચ્છતા હતા કે કંઇક એવી ઘટના બને જેથી લોકોનું ધ્યાન ભટકાવી શકાય. આ તમારી સોચી સમજી સાઝીશ છે. તેમ તમારા લોકોને ખેડુતોના વેશમાં ત્યાં પહોંચાડી દીધા. જો તપાસ થાય તો ખબર પડી જશે કે આની પાછળ સરકાર જ છે. જો આવું ન હોય તો જેપીસી દ્વારા તપાસ કરાવો.

તેમણે પુછયુ કે અમિત શાહ જેવા તાકાતવાન ગૃહપ્રધાન હોવા છતાં કેટલાક તોફાનીઓ લાલ કિલ્લા પર કેવી રીતે પહોંચ્યા એ જ મોટો સવાલ છે. શું આની કોઇ તપાસ નહી થાય ? ગણતંત્ર દિવસ પર રાજધાનીમાં સૌથી વધારે સુરક્ષા હોય છે. ત્યારે આવું કેવી રીતે થયું ? તેમણે કહયું તમે બહુ ચતુરાઇ પુર્વક કિસાન નેતાઓ સામે કેસ નોંધી દીધો. તમે છળ પુર્વક નહીં તો બળપુર્વક કિસાનોને દબાવવા માંગો છે. કોંગ્રેસના આ નેતાએ આક્ષેપ કરતા કહયુ કે તમે એક તરફ મુસલમાનો અને બીજી તરફ ખેડુતો સામે જંગ છેડયો છે. ચૌધરી અનુસાર બાલાકોટ એર સ્ટ્રાઇક ચુંટણીમાં ફાયદો મેળવવા કરાઇ હોવાનું એક પત્રકારની વાતચીતમાં કહેાવયું છે, તેની પણ તપાસ થવી જોઇએ.

(12:57 pm IST)