Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

ડિઝલ-કોલસાના પ્રદુષણમાં ૨૫ લાખના દર વર્ષે મોત

વિશ્વમાં ૮૦ લાખ મૃત્યુ નોંધાય છે : એકલા ભારતમાં વિશ્વના ૩૦ ટકા આવા કમોત થાય છે : જીવાશ્મ ઇંધણનો ઉપયોગ ટાળવા સંશોધકોનો અનુરોધ

નવી દિલ્હી તા. ૯ : જેને જીવાશ્મ ઇંધણ  ગણવામાં આવે છે તેવા ડીઝલ અને કોલસાના ઉપયોગથી ફેલાતા પ્રદુષણથી દેશમાં વર્ષે ૨૫ લાખ લોકોના મૃત્યુ થતા હોવાનો ચોંકાવનારો સર્વે બહાર આવ્યો છે. વિશ્વમાં આ મૃત્યુદર ૮૦ લાખનો છે. મતલબ ૩૦.૭ ટકા મૃત્યુ એકલા ભારતમાં જ નોંધાય છે.

હાવર્ડ વિશ્વ વિદ્યાલય યુનિવર્સિટી ઓફ બર્મિધમ અને યુનિવર્સિટી કોલેજ લંડનના અભ્યાસના આધારે આ આંકડા જાહેર કરાયા છે. જો કે તે ચોકકસ આંકડા નથી, પરંતુ ઉપગ્રહના આધારે મેળવાયેલ વિગતોની ટકાવારી કાઢવામાં આવી હતી.

પીએમ ૨.૫ કણોના સ્ત્રોત પર સંશોધન કરવા શોધકર્તાઓએ નાસાના ગ્લોબલ મોડેલીંગઅને એસીમિલેશન ઓફીસના ગોર્ડ અર્થ ઓબ્ઝર્વીંગ સીસ્ટમ મોડલનો ઉપયોગ કર્યો હતો. તેના દ્વારા જાણકારી મળેલ કે હાજર પીએમ ૨.૫ પીએમ કણોનો સ્ત્રોત કયાં કયાં છે.

જો કે ર૦૧૨ માં થયેલ મૃત્યુ દર કરતા ૨૦૧૮ માં થોડો ઘટાડો જોવા મળ્યો હતો.

સંશોધકોએ જીવાશ્મ ઇંધણનો ઉપયોગ ઘટાડવા અને સ્વચ્છ ઇંધણનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.

(12:58 pm IST)