Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

ડોનાલ્ડ ટ્રમ્પ સામે ઇમ્પીચમેન્ટ કાર્યવાહી આજથી શરૂ થઇ જશે

વોશિંગ્ટન,તા. ૯: ભૂતપૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે ઐતિહાસિક બીજી ઇમ્પીચમેન્ટ ટ્રાયલ આજથી શરૂ થશે. જેમાં ડેમોક્રેટસ તેમને ૬ જાન્યુઆરીએ કેપીટલ હિલ ખાતે થયેલા હિંસક તોફાનો માટે જવાબદાર ઠેરવવાનો પ્રયાસ કરશે. આ ટ્રાયલ શરૂ થતા જ ૭૪ વર્ષના ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પહેલા એવા રાષ્ટ્રપતિ બની જશે. જેમણે બે ઇમ્પીચમેન્ટ ટ્રાયલનો સામનો કર્યો હોય.

દરમ્યાન, ટ્રમ્પના વકીલોએ આ ઇમ્પીચમેન્ટ કેસને કેપીટલ હિલ ખાતેની હિંસાને પોતાના પક્ષના ફાયદામાં ફેરવવા માટેનો ડેમોક્રેટસનું રાજકીય નાટક ગણાવ્યું હતું.

(12:59 pm IST)