Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

4 વર્ષના જેલવાસ બાદ ચેન્નઈ પહોંચ્યા શશિકલા: એમજી રામચંદ્રનની પ્રતિમાને પુષ્પાંજલિ આપી

ચેન્નઈ પહોંચેલા શશિકલાને 'અમ્મા ક્રેડર'નાં કાર્યકર્તાઓએ આવકાર્યા

ચેન્નાઇ : 1600 કરોડથી વધુની અપ્રમાણસર મિલકતો રાખવા બદલ 4 વર્ષનો જેલવાસ ભોગવ્યા બાદ AIADMKના પૂર્વ નેતા વી.કે શશિકલા મધરાત્રે કાંચીપુરમ આવી પહોંચ્યા હતા જ્યાં 'અમ્મા ક્રેડર'નાં કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરાયું હતું મંગળવારે વહેલી સવારે ચેન્નઈ પહોંચ્યા હતા. ચેન્નઈ પહોંચીને સૌપ્રથમ તેઓ AIADMKનાં સ્થાપક અને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન એમ.જી. રામચંદ્રનનાં નિવાસસ્થાને પહોંચ્યા હતા. જ્યાં તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી

   AIADMKના પૂર્વ નેતા શશિકલાની 31 જાન્યુઆરીએ કોરોનાની સારવાર પૂર્ણ થતા બેંગ્લુરુની વિક્ટોરિયા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હોસ્પિટલમાં કોરોનાની સારવાર પૂર્ણ થયા બાદ તેઓને એક સપ્તાહથી હોટલમાં ક્વોરેન્ટાઇન રાખવામાં આવ્યા હતા. જે પૂર્ણ થતા તેઓ મંગળવારે તમિલનાડુ પરત ફર્યા હતા. તેઓ ચેન્નઇના ટી નગર વિસ્તારમાં પોતાની ભત્રીજી જે. કૃષ્ણપ્રિયાના નિવાસ સ્થાને રહેશે

(1:52 pm IST)