Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

પત્ની ભણેલી હોવાથી તે જાતે પોતાનું ભરણ પોષણ કરી શકશે તેવું માની લેવાય નહીં : ત્યક્તા પત્ની ડિગ્રીધારી હોવાથી ખાધા ખોરાકી આપવાનો ઇન્કાર કરનાર પતિ વિરુદ્ધ કર્ણાટક હાઇકોર્ટનો ચુકાદો

કર્ણાટક : ત્યક્તા પત્નીને ખાધા ખોરાકી પેટે દર મહિને ત્રણ હજાર રૂપૈયા આપવા માટે ફેમિલી કોર્ટે આપેલા આદેશ વિરુદ્ધ પતિએ કર્ણાટક હાઇકોર્ટમાં પિટિશન કરી હતી. જેમાં  જણાવ્યું હતું કે ત્યક્તા પત્ની  ડિગ્રીધારી અને ભણેલી હોવાથી તેને ખાધા ખોરાકીની રકમ આપવાની જરૂર નથી.

જેના અનુસંધાને નામદાર કોર્ટએ જણાવ્યું હતું કે પત્ની ભણેલી હોવાથી તે જાતે પોતાનું ભરણ પોષણ કરી શકશે તેવું માની લેવાય નહીં .પત્નીને રાજીખુશીથી ખાધા ખોરાકીની રકમ આપવી જોઈએ જે બાબત પતિની ફરજ છે.

નામદાર કોર્ટએ ઉમેર્યું હતું કે મહિલાએ નોકરીમાંથી રાજીનામુ આપવું પડે તે માટે ઘણા કારણો હોઈ શકે છે.તેથી તે ડિગ્રીધારી હોય તો પણ ખાધા ખોરાકી આપવી પડે.

ત્યક્તા પત્ની  રૂપાને ખાધા ખોરાકી આપવાનો ઇન્કાર કરનાર પતિ રાજીવને નામદાર કોર્ટએ દર મહિને ત્રણ હજાર રૂપિયા આપવાનો ફેમિલી કોર્ટનો હુકમ યથાવત રાખ્યો હતો.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:53 pm IST)