Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

મુસ્લિમ મહિલા તલાક લીધા વિના બીજા લગ્ન ના કરી શકે

મુસ્લિમ પ્રેમી યુગલે પોતાને સુરક્ષા આપવાની કરેલી અરજી અંગે પંજાબ-હરિયાણા હાઇકોર્ટએ આપેલો ચુકાદો

ચંદીગઢ તા. ૧૦ :.. મુસ્લિમ પુરૂષ પત્નિ ને તલાક આપ્યા વિના બીજી મહિલા સાથે લગ્ન કરી શકે છે, પરંતુ મુસ્લિમ મહિલા તલાક લીધા વિના અન્ય કોઇ સાથે લગ્ન કરી શકતી નથી, જો તેણીને લગ્ન કરવા છે તો તેણીએ મુસ્લિમ વિવાહ અધિનીયમ ૧૯૩૯ મુજબ પ્રથમ પતિથી તલાક લેવા પડશે તેવા આધાર ઉપર પંજાબ - હરિયાણા હાઇકોર્ટએ એક મુસ્લિમ પ્રેમી યુગલે પોતાને સુરક્ષા મળવા કરેલી અરજીને નકારી કાઢી હતી, કારણ કે આ મહિલાએ પોતાના પ્રથમ પતિથી તલાક લીધા નથી.

જસ્ટીસ અલકા સરીનની પીઠ સમક્ષ થયેલી આ અરજીમાં જણાવાયું હતું કે, પુરૂષના લગ્ન અન્ય મહિલા સાથે પહેલાં થયા હતા અને મહિલાના નિકાહ પણ અન્ય પુરૂષ સાથે થયા હતા મહિલાનું કહેવું છે કે, તેણીના લગ્ન તેની મરજી વિરૂધ્ધ કરાયા હતા આથી પોતે પોતાના પ્રેમી સાથે લગ્ન કરી રહી છે, જેનાથી બન્ને પરિવારો નારાજ  છે અને આ પ્રેમી જોડાને મારી નાખવા ધમકીઓ આપે છે.

આ પ્રેમી જોડાના વકિલે પીઠને બતાવ્યું કે, પ્રેમી જોડા મુસ્લિમ છે અને મુસ્લિમ વિધીમાં તેઓને એકથી વધુ શાદી કરવાની છૂટ છે. જે દલીલ ઉપર પીઠએ કહયું કે, આ લગ્ન ગેરકાયદેસર છે, કારણ કે એક મુસ્લિમ પુરૂષ પોતાની પ્રથમ પત્નિને તલાક (છૂટાછેડા) આપ્યા વિના એકથી વધુ વાર લગ્ન કરી શકે છે. પરંતુ મુસ્લિમ મહિલાને બીજા લગ્ન કરવા હોય તો તેણીએ મુસ્લિમ પર્સનલ - લો અથવા મુસ્લિમ મેરેજ એકટ ૧૯૩૯ મુજબ પોતાના પ્રથમ પતિથી છૂટાછેડા લેવા પડશે.

આ મહિલાએ પોતાના પ્રથમ પતિથી છુટાછેડા લીધા નથી આથી કોર્ટ તેઓને પ્રેમી યુગલ માનીને તેમને સુરક્ષાનો આદેશ આપી શકતી નથી માટે પોલીસનો સંપર્કકરી શકે છે.

મુસ્લિમ પુરૂષને જો કે બીજા લગ્ન માટે પ્રથમ પત્નિની સહમતી જરૂરી છે પંજાબ એન્ડ હરિયાણા હાઇકોર્ટના જસ્ટીસ એ.વી.ચૌધરીની ખંડપીઠએ જુન-ર૦૧૭ માં આ બારામાંં ચૂકાદો આપી ચુકી છે, કે પ્રથમ પત્નિની સહમતિ વિના લગ્ન કરનાર પુરૂષ અનેતેની પ્રેમીકાને સુરક્ષા આપી શકતી નથી.

જો આવુ કરવામાં આવે તો, પ્રથમ પત્નિની સમાનતાના અધિકારોનું હનન થયું ગણાશે તેવું પણ કોર્ટઅ ેઅગાઉ ઠેરવેલ છે.

(3:15 pm IST)