Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

રીઝર્વ બેંક હવે એક કલીયરન્સ નિયમોમાં ફેરફાર કરે છે : બાકીની ૧૮ હજાર બ્રાંચોને અસર થશે

મુંબઇ તા. ૯ : ચેક કિલયરન્સના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. RBIએ ચેક ટ્રાઝશેકશન સિસ્ટમ(CTS)નો વ્યાપ વધારવાનો નિર્ણય કર્યો છે. જેની અસર ૧૮ હજાર બેંક શાખાઓમાં પડશે. જાણકારી અનુસાર આ વર્ષે સપ્ટેમ્બરથી નવો નિયમ લાગૂ થઈ જશે. RBIએ પેમેન્ટ અને સેટલમેન્ટ સિસ્ટમને સુઘડ, ઝડપી બનાવવા માટે બાકીની તમામ ૧૮ હજાર બ્રાંચોને અપડેટ કરવાનો નિર્ણય કર્યો છે. જે પણ બ્રાંચ સેન્ટ્રલાઈઝ કિલયરિંગ સિસ્ટમ ચેક ટ્રાન્ઝેકશન સિસ્ટમ્સ હેઠળ નથી તેમને સપ્ટેમ્બર સુધીમાં CTS હેઠળ લાવી દેવામાં આવશે. CTSનો ઉપયોગ ૨૦૧૦થી કરવામાં આવે છે અને તે હેઠળ લગભગ ૧ લાખ ૫૦ હજાર બેંક શાખાઓ પહેલેથી જ છે.

CTS એટલે કે ચેક ટ્રાન્ઝેકશન સિસ્ટમ્સએ ચેક કિલયર કરવાની એક પ્રક્રિયા છે. જેમાં જાહેર કરવામાં આવેલા ચેકને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું નથી પડતું. પરંતુ ચેક જે બેંકમાં જાય છે. ત્યાંથી ચેક જાહેર કરનારી બ્રાંચમાં મોકલવામાં આવે છે. આ કારણે ચેક કિલયર થવામાં વધારે સમય લાગે છે. વર્ષ ૨૦૧૦થી ભારતમાં CTS હેઠળ ચેક કિલયર કરવામાં આવે છે જેમાં દેશની લગભગ ૧ લાખ ૫૦ હજાર શાખાઓ જોડાયેલી છે. હવે બાકીની શાખાઓને પણ જલ્દી જ આ સિસ્ટમ હેઠળ જોડી દેવામાં આવશે.

(3:19 pm IST)