Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

સરકારે ભડકાઉ ટવીટ મામલે ટવીટરને નોટીસ ફટકારી

નવી દિલ્હી : ખેડુત આંદોલનમાં ટવીટરના ઉપયોગને લઇને સરકાર અને ટવીટર સામ-સામે આવ્યા છે. સરકારે ૧૧૭૮ એકાઉન્ટ બંધ કરવા અને એવા ટવીટ હટાવવા નિર્દેશો આપ્યા છે. જો કે અગાઉ રપ૭ એકાઉન્ટ બંધ કરવા જણાવેલ જેના ઉપર ટવીટરે પહેલા બ્લોક કર્યા બાદ ખોલી દીધેલ. જેનાથી સરકાર ખુબ નારાજ થયેલ અને હવે સીધી જ નોટીસ ફટકારી છે. નોટીસમાં આઇટી એકટ મુજબ મનમાની ઉપર દંડ અને અધિકારીને ૭ વર્ષ જેલની સજાનું પ્રાવધાન હોવાનું જણાવેલ છે. ટવીટરે જવાબમાં જણાવેલ કે કોઇ અનઅધિકૃત સામગ્રી અંગે કાયદાકીય નિર્દેશ મળે છે ત્યારે ટવીટર નિયમો અને સ્થાનીક કાયદાઓની સમીક્ષા કરી નિયમ તોડતા ટવીટર હટાવે છે.

(3:19 pm IST)