Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

કોરોના કાળમાં વિદેશથી સૌથી વધુ યાત્રીઓ કેરળ પરત ફર્યા

દિલ્હી બીજા અને ગુજરાત ૧૦માં સ્થાને

ગાંધીનગર : કોરોના કાળમાં વિદેશ ગયેલ અનેક ભારતીયો જે તે દેશમાં લોકડાઉનના કારણે વતન વાપસીની રાહમાં હતા. ત્યારે કેન્દ્ર સરકારે મે મહિનામાં વંદે ભારત મિશન દ્વારા વિદેશમાં ફસાયેલ ભારતીયોને વતન પરત લાવવા કવાયત શરૂ કરી હતી. આ મિશન દ્વારા ડિસેમ્બર સુધીમાં ર૯.૬ લાખથી વધુ લોકોને ભારત પરત લવાયેલ. જેમાંથી સૌથી વધુ ૮.૩૬ લાખથી વધુ યાત્રીઓ કેરળના હતા. જયારે દિલ્હીમાં ૭.૧૯ લાખ અને ગુજરાતમાં પપ હજારથી વધુ લોકો સ્વદેશ પરત ફરેલ. આ મશીન વિશ્વના ૧૦૦ થી વધુ દેશોમાં લોન્ચ કરી ભારતીયોને કપરા સમયમાં પરત લાવવામાં આવેલ કુલ ૮ તબક્કામાં કુલ ૭૭૮૯ ફલાઇટો દ્વારા પ્રવાસી ભારતીયો સ્વદેશ પહોંચેલ.

(3:22 pm IST)