Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

PPF રોકાણ ઉપર ટેકસ નહિ લાગે

જો કે પીપીએફની લીમીટ જ ૧II લાખ હોય આમ પણ ટેકસ દાયરામાં નહિ આવે

નવી દિલ્હી તા. ૯ :  PPFમાં રોકાણ કરવા વાળા માટે સારા સમાચાર છે. પીએફમાં વાર્ષિક ૨.૫ લાખ રૂપિયા અથવા એનાથી વધુ યોગદાન પર લાગતું ટેકસ પીપીએફ પર લાગુ નહિ કરે. એક સિનિયર અધિકારીએ આ વાત કહી છે. નાણામંત્રીએ ૨૦૨૧-૨૨ના બજેટ પ્રસ્તાવમાં આ ટેકસની ઘોષણા કરી હતી. ત્યારથી જ આ આશંકા વ્યકત કરવામાં આવી રહી છે જે PPF ને પણ એના દાયરામાં લાવવામાં આવી શકે છે. પરંતુ અધિકારીએ કહ્યું કે, આ સીમા પીપીએફ પર લાગુ નથી થાય કારણ કે એમાં પહેલા જ વાર્ષિક ૧.૫ લાખ રૂપિયા કોન્ટ્રીબ્યુશનની લિમિટ છે. સરકારે ૧ એપ્રિલથી શરૂ થનાર આ નાણાકીય વર્ષમાં પ્રતિવર્ષ ૨.૫ લાખ રૂપિયા અથવા એનાથી વધુ PF યોગદાન પર મળવા વાળા વ્યાજને ટેકસના દાયરામાં લાવવાનો પ્રસ્તાવ મુકયો છે. અધિકારીએ કહ્યું કે EPF એ જીપીએફ પર છૂટ હટાવી લેવામાં આવી છે. એકટમાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

EPFમાં ૨.૫ લાખ રૂપિયાથી વધુ યોગદાન પર મળવા વાળા વ્યાજ પર ટેકસ બજેટમાં મુખ્ય ઘોષણામાંથી એક હતી. ટેકસ વિશેષજ્ઞો મુજબ બજેટ મેમોરેન્ડરમાં સપષ્ટ કરવામાં નથી આવ્યું કે આ નિયમ કયાં લાગુ થશે. એનાથી ભ્રમની સ્થિતિ ઉભી થાય છે.

Deloitte Indiaમાં પાર્ટનર આરતી રાઓટે કહ્યું કે, મેમોરેન્ડમમાં જે સેકશન્સનો ઉલ્લેખ કર્યો છે એમાં પીપીએફ શામેલ છે પરંતુ પીપીએફમાં વાર્ષિક લિમિટ ૧.૫ લાખ રૂપિયા છે. માટે બેન્ક આ સીમાથી વધુ રકમ સ્વીકાર નહિ કરે. માટે ટેકસપેયર્સ કોઈ પણ હાલતમાં ૨.૫ લાખ રૂપિયાની સીમાને પાર નહિ કરે.

કેટલાક એકસપર્ટનું કહેવું છે કે ઇનકમ ટેકસ કાનૂનમાં ફેરફારથી પીપીએફ પર કોઈ અસર નથી થાય કારણ કે પીપીએફ કોન્ટ્રીબ્યુશનમાં કોઈ પણ ફેરફાર માટે પીપીએફ એકટમાં સંશોધન કરવું પડશે. ઇવાઇમાં ટેકસ પાર્ટનર શાલિની જેનએ કહ્યું, જયાં સુધી પીપીએફમાં નિયમોમાં ફેરફાર નહિ થાય અને ટેકસપેયર્સને પીપીએફમાં વાર્ષિક ૨.૫ લાખ રૂપિયાથી વધુ જમા કરવાની મંજૂરી નહિ આપી શકાય. ત્યાં સુધી સેકસન ૧૦(૧)માં ફેરફારનું PPF પર કોઈ અસર નહિ થાય.

(3:25 pm IST)