Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

આ વર્ષે પણ હજજયાત્રા સંકટમાં ?

કોરોનાના કેસો વધતા સાઉદી અરેબીયામાં ફરી ૧૭ મે સુધી પ્રવેશબંધી છે ત્યારે

 રિયાધ, તા.૯, સઉદી અરબે દેશમાં કોરોના વાયરસના કેસો ફરીવાર વધતાં ભારત સહિત ૨૦ દેશોના નાગરિકોને પ્રવેશ આપવા સામે પ્રતિબંધ લગાવી દીધો છે. આ  પાબંદી ૧૭મી મે સુધી લગાવાઇ હોવાથી આ વર્ષે પણ ભારતમાંથી પવિત્ર હજયાત્રા પર જનારા ભારતીય મુસ્લિમોનું સપનું તૂટી શકે છે. આ વર્ષે યોજાનારી હજયાત્રામાં ભારતના નાગરિકો માટે સંકટના વાદળો ઘેરાયા છે.

 સઉદી શાસન દ્વારા આર્જેન્ટિના, ઇજિપ્ત, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, આયરલેન્ડ, ઇટાલી, જાપાન, લેબેનોન, પાકિસ્તાન, પોર્ટુગલ,દક્ષિણ આફ્રિકા, સ્વીડન, સ્વિતઝર્લેન્ડ, યુએઇ, બ્રિટન, અમેરિકાઅને તુર્કીના નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો હતો. આઉપરાંત સઉદી શાસને ૧૭મી મે સુધી હવાઇ, દરિયાઇ અનેજમીનના સરહદી માર્ગો પણ બંધ રાખવાની કડક સૂચના આપી છે.કેટલાક દિવસ પહેલાં  ખુલાસો કરાઇ દીધો હતો કે, ભારતીય રાજદ્વારીઓ અને સઉદીના સત્તાવાળાઓ સાથે બેઠક યોજાઇ હતી અને હજયાત્રીઓના ક્વોટા અંગે નિર્ણય થયો હતો. આ ક્વોટા ૧૦ ફેબ્રુઆરીએ રજૂ થવાનાઅહેવાલ અપાયા હતા. અહેવાલમાં એવું પણ કહેવાયું હતું કે રાજ્યના હજ કમિટીના સૂત્રોએ કહ્યું છે કે, તારીખો નજીક હોવાથી ક્વોટા ફાળવણીની શક્યતા ઘણી ઓછી છે. બીજી તરફ હજ કમિટીના અધિકારીઓનું માનવું છે કે, જો ભારતીયોને હજ કરવા માટેની પરવાનગી આપવામાં આવે તો તેમનો ક્વોટા ઓછો થઇ શકે છે.

ગયા વર્ષે યોજાયેલી હજયાત્રામાં માત્ર સઉદી અરબના ૧૦ હજાર લોકોને જ  પરવાનગી અપાઇ હતી અન્ય દેશના નાગરિકો માટે પ્રતિબંધ લગાવાયો હતો. જોકે, હજુ સઉદી સત્તાવાળાઓ તરફથી એવી કોઇ જાહેરાત નથી કરાઇ કે,આગામી જુલાઇ માસમાં યોજાનાર હજયાત્રા યોજાશે કે નહીં અને કેટલા  દેશોના નાગરિકોને પરવાનગી અપાશે.

 અખાતી દેશમાં રવિવારેકોરોનાના ૩૧૭ કેસ આવ્યા હતા જ્યારે પાંચ લોકોના મોત થયા હતા. જેમાં પવિત્ર મક્કા શહેરમાં ૩૫ અને પવિત્ર મદીના શહેરમાં૧૮ કેસ નોંધાયા હતા. સઉદી અરબમાં અત્યાર સુધી કોરોનાના કુલ૩,૭૦,૨૭૮ કેસ નોંધાયા છે જેમાં ૬,૪૦૨ લોકોનાં મોત થયા છે. 

(3:28 pm IST)