Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

એચ-૧બી વીઝા ધારકોના પરિવારજનોના વીઝા કેસમાં અમેરિકન કોર્ટે ૭ માર્ચ સુધીમાં રિપોર્ટ આપવા કહ્યુ

વોશિંગ્ટન :. અમેરિકાની એક કોર્ટે એચ-૧બી વીઝા ધારકોના પરિવારના સભ્યો માટેની વીઝાના કેસમાં વિસ્તૃત રિપોર્ટ માંગ્યો છે. જજ તાન્યા એસ ચુટકાને ૫ માર્ચ સુધીમાં સંયુકત સ્થિતિ રિપોર્ટ માંગ્યો છે. અમેરિકન નાગરિકતા અને આવ્રજન સેવા દ્વારા એચ ૧-બી વીઝા ધારકોના પરિવારના સભ્યો (પતિ અથવા પત્નિ અને ૨૧ વર્ષથી ઓછી ઉંમરના બાળકો)ને એચ-૪ વીઝા આપવામાં આવે છે. જેમાં મોટાભાગના ભારતીય આઈ ધંધાર્થીઓ છે.

એચ-૪ વીઝા સામાન્ય રીતે એ લોકોને અપાય છે જેમણે પહેલા જ અમેરિકામાં રોજગાર આધારિત કાયદેસરની કાયમી સ્થિતિ મેળવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હોય. અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન કાર્યભાર સંભાળ્યાના એક અઠવાડીયા પછી ટ્રમ્પ સરકારના એ આદેશને પાછો ખેંચી લીધો હતો. જેના હેઠળ એચ ૧-બી વિઝા ધારકોના જીવનસાથીને કામ કરવાની અનુમતિ આપતા એચ-૪ વીઝા પર પ્રતિબંધ મુકાયો હતો. તેમાં મોટાભાગે હાઈલી સ્કીલ્ડ ભારતીય મહિલાઓ છે.

(3:29 pm IST)