Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

સોનામાં ૧૦ ગ્રામે પ૦૦ રૂ. વધ્યા

સોનાના ભાવ વધીને ૪૯,૬પ૦ રૂ. થયાઃ ચાંદીના ભાવ સ્થિર

રાજકોટ તા. ૯ :.. બુલીયન માર્કેટમાં આજે સોનામાં ઉછાળો જોવા મળ્યો હતો જયારે ચાંદીના ભાવ સ્થિર રહ્યા હતાં.

બુલીયન માર્કેટમાં ડોલરમાં ઉછાળાના અહેવાલના પગલે સ્થાનીક બજારમાં સોનામાં પ૦૦ રૂ. વધ્યા હતાં ગઇકાલે સોનુ સ્ટાર્ન્ડડ (૧૦ ગ્રામ)ના ભાવ ૪૯,૧પ૦ રૂ. હતા તે વધીને ૪૯,૬પ૦ રૂ.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતાં. સોનાના બિસ્કીટમાં એક જ ઝાટકે પ૦૦૦ રૂ.નો ભાવ વધારો થતા સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)ના ભાવ ૪,૯૬,પ૦૦ રૂ.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતાં.

જો કે, ચાંદીના ભાવમાં બપોર સુધી કોઇ વધ-ઘટ ન હતી. ચાંદી ચોરસા (૧ કિલો) ૭૦,૦૦૦ રૂ. ની સપાટીએ સ્થિર રહ્યા હતાં.

(4:05 pm IST)