Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

પ્રજાસત્તાક પર્વના દિવસે લાલ કિલ્લામા થયેલી હિંસાના આરોપી દીપ સિદ્ધુને તીસ હાજરી કોર્ટમાં પેશ કરાયો : દિલ્હી પોલીસે 10 દિવસની રિમાન્ડ માંગી : સુનાવણી ચાલુ

ન્યુદિલ્હી : 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક પર્વ ઉપર ચાલી રહેલા ખેડૂત આંદોલન દરમિયાન લાલ કિલ્લામાં પ્રવેશી જઈ અન્ય ધ્વજ ફરકાવવા તથા હિંસા ફેલાવવાનો આરોપી દીપ સિદ્ધુને આજરોજ તીસ હાજરી કોર્ટમાં પેશ કરાયો છે.

દિલ્હી પોલીસે તેની 10 દિવસની રિમાન્ડ માંગી છે.જ્યાં હાલમાં તેની સુનાવણી ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે લાલ કિલ્લાના બનાવ બાદ તે નાસતો ફરતો હતો આખરે ચંદીગઢમાંથી તેની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી હતી.તેના ઉપર એક લાખ રૂપિયાનું ઇનામ ઘોષિત કરાયું હતું.

(6:23 pm IST)