Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

રામ આપણા સૌના , અલ્લાહ અને ભગવાનમાં ફરક કરીશું તો દેશ તુટી જશે: ફારૂખ અબ્દુલ્લા

પુર્વ વડાપ્રધાનો અને તે પહેલાનાં અગ્રણી નેતાઓ પર આંગળી ઉઠાવવી તે લોકશાહીની પરંપરા નથી

નવી દિલ્હી : નેશનલ કોન્ફરન્સનાં નેતા ફારૂખ અબ્દુલ્લાએ મંગળવારે લોકસભામાં કહ્યું કે સરકારને જમ્મુ-કાશ્મિરનાં લોકો અને આંદોલનકારી ખેડુતોને સાંભળવાનો આગ્રહ કરતા કહ્યું કે ભગવાન રામ સૌના છે, અને જો અલ્લાહ અને ભગવાનમાં ફરક કરવામાં આવશે તો દેશ તુટી જશે, તેમણે કહ્યું કે પુર્વનાં વડાપ્રધાનો અને તે પહેલાનાં અગ્રણી નેતાઓ પર આંગળી ઉઠાવવી તે લોકશાહીની પરંપરા નથી.

અબ્દુલ્લાએ કહ્યું કે આજે અમને પાકિસ્તાની કહેવામાં આવે છે, ખાલિસ્તાની કહેવાય છે, ચાઇનીઝ પણ કહેવાય છે, મારે મરવાનું અને જીવનાનું પણ અહીં જ છે, હું કોઇનાંથી નથી ડરતો મારે માત્ર ઉપરવાળાને જવાબ આપવાનો છે.

તેમણે ભારપુર્વક કહ્યું કે રામ તો વિશ્વનાં રામ છે, અને જો વિશ્વનાં રામ છે તો આપણા બધાનાં રામ છે, કુરાન અને બાઇબલ બધાનાં છે, તેમણે સત્તા પક્ષ માટે કહ્યું અમે તમને દુશ્મન નથી માન્યા, અમે તમને અમારો ભાગ માન્યા, હવે જ્યારે વિપક્ષમાં હોઇશું તો તમારૂ સન્માન વધું કરીશું.

અબ્દુલ્લાએ જમ્મુ-કાશ્મિરમાંથી કલમ 370 હટાવી લેવાનો ઉલ્લેખ કરતા કહ્યું કે સરકારે રાજ્યનાં લોકોને જોડવા અને તેમને દિલથી લગાવવાનું કામ કરે. તેમણે કહ્યું કે અમે ક્યારે દેશમાં ન હતા, મે તો યુએનમાં પણ ભારતની વાત કરી, આ દેશ આપણો છે, પરંતું તમારે પણ મારૂ સન્માન રાખવાનું છે.

જમ્મુ-કાશ્મિરમાં 18 મહિના બાદ 4જી સેવા શરૂ કરવામાં આવી તેનો ઉલ્લેખ કરીને તેમણે સરકારને અભિનંદન આપ્યા, તેમણે કહ્યું કે લોકશાહીને જીવતી રાખવાની છે, અને તે માટે ચુંટાયેલા સભ્યોની ખરીદ-વેચાણ વિરૂધ્ધ કાયદો બનાવવો જોઇએ.

કોરોના સંકટનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું લોકડાઉન અને કોરોના સંકટનાં કારણે મોટી સંખ્યામાં બેરોજગારી ફેલાઇ ગઇ છે, લોકો ખુબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, તેમણે કહ્યું કે ખેડુતોની સમસ્યાનું સમાધાન લાવવું જોઇએ

(8:10 pm IST)