Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

હું કોઈથી ડરતી નથી, હંમેશા માથું ઉંચું રાખું છું. હું જીવીશ ત્યાં સુધી રોયલ બંગાળ ટાઇગર જેવી બનીશ : મમતાનો હુંકાર

મુર્શિદાબાદમાં એક સભાને સંબોધતા મમતાએ મીર જાફરની તુલના તૃણમૂલ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાતા લોકો સાથે કરી

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ પોતાની જાતને રોયલ બંગાળ ટાઇગર સાથે સરખાવી હતી અને કહ્યું હતું કે તેઓ ભાજપથી ડરું તેવી નબળી વ્યક્તિ નથી.

તત્કાલીન બંગાળના નવાબ સિરાજ-દૌલાની રાજધાની મુર્શિદાબાદમાં એક સભાને સંબોધન કરતા મમતા બેનર્જીએ મીર જાફરની તુલના તૃણમૂલ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાતા લોકો સાથે કરી હતી. મીર જાફર સિરાજ-દૌલાની સેનાનો કમાન્ડર હતો જેણે 1757 માં પલાસીના યુદ્ધમાં તેના નવાબ સાથે દગો કર્યો અને બ્રિટિશરો સાથે જોડાયો.

બેનર્જીએ કહ્યું, એવું માનવાનું કોઈ કારણ નથી કે હું નબળી છું, હું કોઈથી ડરતી નથી હું મજબૂત છું અને હંમેશા માથું ઉંચું રાખું છું. હું જીવીશ ત્યાં સુધી હું રોયલ બંગાળ ટાઇગર જેવી બનીશ.

રવિવારની હલ્દિયામાં ભાજપની રેલીમાં પશ્ચિમ બંગાળના સરકારી કર્મચારીઓને સમયસર પગાર મળતા ન હોવાના વડા પ્રધાન મોદીના આક્ષેપને નકારતા બેનર્જીએ આક્ષેપ કર્યો હતો કે કેન્દ્ર સરકાર બીએસએનએલનું વેચાણ કરી રહી છે અને રેલવે અને વીમા કંપનીનું ખાનગીકરણ કરી રહી છે.

બેનર્જીએ આક્ષેપ કર્યો હતો કે કેન્દ્ર સરકારે ગયા વર્ષે રાજ્યમાં આવેલા તીવ્ર ચક્રવાતી તોફાન એમ્ફનના અસર ગ્રસ્તોને કોઈ સહાય પૂરી પાડી નથી અને ન તો કોવિડ -19 રોગચાળો સામે લડવામાં રાજ્યને મદદ કરી રહ્યું છે.

ભાજપમાંથી બહાર નીકળવાનો મુદ્દો ઉઠાવતા બેનર્જીએ દાવો કર્યો હતો કે તે માત્ર ગુજરાત અને દિલ્હીની પાર્ટી છે જે સીએએ જેવા મુદ્દા લાવે છે. મુખ્યમંત્રીએ ફરીથી કહ્યું કે તે પશ્ચિમ બંગાળમાં સીએએનો અમલ નહી થવા દેશે નહીં. એપ્રિલ-મેમાં રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે બેનર્જીએ કહ્યું હતું કે ગુજરાતની જનતા બંગાળ પર રાજ કરશે નહીં, તૃણમૂલ કોંગ્રેસ બંગાળ પર શાસન કરશે.

(11:07 pm IST)