Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

૧૨ લાખ ટન ઘઉંની નિકાસને મંજૂરી મળી શકે છે

સરકારની મંજૂરી બાદ પણ ૫ લાખ ટન ઘઉં હજુ પણ વિવિધ બંદરો પર અટવાયેલા છે કારણ કે કેટલાક વેપારીઓને નિકાસ કરવાની પરમીટ મળવાની બાકી છે

નવી દિલ્‍હી,તા. ૯ : સરકાર ટૂંક સમયમાં ૧૨ લાખ ટન ઘઉંની નિકાસને મંજૂરી આપી શકે છે. ગયા મહિને નિકાસ પર પ્રતિબંધના કારણે વિવિધ બંદરો પર અટવાયેલા ઘઉંના સ્‍ટોકને દૂર કરવા માટે આ નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવી શકે છે.

જો કે, સરકારની મંજુરી પછી પણ, ૫ લાખ ટન ઘઉં હજુ પણ વિવિધ બંદરો પર અટવાયેલો છે કારણ કે કેટલાક વેપારીઓને નિકાસ કરવાની પરમિટ મળવાની બાકી છે. કિંમતોને નિયંત્રિત કરવા માટે નિકાસ પર નિયંત્રણો લાદવામાં આવ્‍યા હતા.

૧૪ મેના રોજ સરકારે કિંમતોને કાબૂમાં રાખવા માટે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્‍યો હતો. જેમને લેટર ઓફ ક્રેડિટ (LC) મળ્‍યા હતા તેમને નિકાસ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. ૧૪ મે પહેલા એલસીના આધારે સરકાર નિકાસ માટે નોંધણીનું પ્રમાણપત્ર જારી કરી શકે છે.

આ વર્ષે મે સુધીમાં ખાંડની નિકાસ ૮૬ લાખ ટનની વિક્રમી ટોચે પહોંચી છે. ISMA અનુસાર, ૨૦૨૦-૨૧માં ૭૦ લાખ ટન ખાંડની નિકાસ કરવામાં આવી હતી, જયારે ૩૧.૧૦ મિલિયન ટનનું ઉત્‍પાદન થયું હતું. બીજી તરફ, સરકારે ૩ જૂન સુધી પ્રમાણસર ધોરણે ૧૦ લાખ ટન ખાંડની નિકાસ કરવાનો આદેશ જારી કર્યો છે, જયારે ૨૩ લાખ ટન ખાંડની નિકાસ માટે અરજીઓ મળી હતી. 

(10:12 am IST)