Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

PMએ આગળ આવવું જોઇએ અને આ ‘ઝેર ફેલાતા' અટકાવવું જોઇએ : નસીરૂદ્દીન શાહ

મુંબઇ તા. ૯ : ટિપ્‍પણી વિવાદ પર એનડીટીવી સમક્ષ પોતાનો અભિપ્રાય વ્‍યક્‍ત કરતા બોલિવૂડ અભિનેતા નસીરુદ્દીન શાહે કહ્યું કે આ સમગ્ર મામલે મોડેથી કાર્યવાહી કરવામાં આવી છે. સરકારને મોઢું ખોલવામાં અને મામલાની નિંદા કરવામાં લગભગ એક સપ્તાહનો સમય લાગ્‍યો. તેમણે કહ્યું કે ‘પાકિસ્‍તાન, અફઘાનિસ્‍તાન અને બાંગ્‍લાદેશ જેવા દેશોમાં આવા નિવેદનો સામે આવે છે. આ પ્રકારની વાત અહીં ટોચના સ્‍તરે થતી નથી.' નૂપુર શર્મા વિશે, નસીરે કહ્યું કે ‘તે ફ્રિન્‍જ એલિમેર્ન્‍ટીં નથી, તે બીજેપીની રાષ્ટ્રીય પ્રવક્‍તા (હતી) છે.'

નૂપુરે કહ્યું છે કે ‘હિંદુ દેવતાઓ વિરૂદ્ધ કરવામાં આવેલી ટિપ્‍પણીઓને કારણે તે દુઃખી થઈ છે અને તેણે આવી વાત કરી છે.' આના પર નસીરે કહ્યું કે ‘તમે મને એવું કોઈ નિવેદન/રેકોર્ડિંગ બતાવો જેમાં મુસ્‍લિમોએ હિન્‍દુ દેવી-દેવતાઓ પર કંઈક કહ્યું હોય.' નસીરૂદ્દીન શાહે કહ્યું કે ‘મને લાગે છે કે સમય આવી ગયો છે. જો તે સમાજમાં ફેલાયેલી નફરતને રોકવા માગે છે, તો પીએમ નરેન્‍દ્ર મોદીએ આગળ આવવું જોઈએ.'

અન્‍ય એક પ્રશ્ન પર નસીરે કહ્યું કે ‘આજે સ્‍થિતિ એવી છે કે જો કોઈ મુસ્‍લિમ પોતાના અધિકારની વાત કરે છે તો તેને નિશાન બનાવવામાં આવે છે. છેવટે, આપણે દરેકને ભારતીય તરીકે કેમ નથી જોતા? ગુરુગ્રામમાં નમાઝ અદા કરવાનો મામલો ભૂતકાળમાં ચર્ચામાં હતો.'

(10:24 am IST)