Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

દીપ પ્રાગટય બાદ કાર્યક્રમની ધમાકેદાર પ્રસ્‍તુતિ : દર્શકો ડોલી ઉઠયા : તાળીઓના ગડગડાટથી હોલ ગુંજયો

રાજકોટ : અકિલા ઇન્‍ડિયા પ્રેરીત ‘ગુજરાત્રી' યોજીત કાર્યક્રમ ‘કોકટેલ દેસી-૩' નો મંગલારંભ અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, શ્રી અજીતભાઇ ગણાત્રા, શ્રી નિમિષભાઇ ગણાત્રા તેમજ મેયર શ્રી ડો. પ્રદીપ ડવ અને મહેમાનો સર્વશ્રી બાનલેબવાળા મૌલેશભાઇ ઉકાણી, આર.સી.સી. બેંકવાળા પુરૂષોતમભાઇ પીપળીયા, લોહાણા સમાજના પ્રમુખ રાજુભાઇ પોબારૂ, નિશાંત ચોટાઇ, પ્રદેશ કોંગ્રેસ અગ્રણી મહેશ રાજપૂત, બાર એસો.ના શ્રી અર્જુનભાઇ પટેલ વગેરે નજરે પડે છે. ત્‍યાર પછીની તસ્‍વીરમાં અભિનય પ્રયોગ રજુ કરતા રિવા રાચ્‍છ, સંજય ગોરડીયા અને જય વિઠલાણી નજરે પડે છે. નીચેની બીજી હરોળમાં કાર્યક્રમનું સંચાલન કરતા વિરલ રાચ્‍છ અને મિલીન્‍દ ગઢવી તથા વચ્‍ચે દમદાર ગુજરાતી ગીતો રજુ કરતા ગાર્ગી વોરા અને પાર્થ ઓઝા નજરે પડે છે. ત્‍યાર પછીની નીચેની ત્રીજી હરોળમાં એકતારા ઉપર ગીતો લલકારતા હાર્દીક દવે તથા સંજય ગોરડીયા, ગાર્ગી વોરા અને પાર્થ ઓઝા અલગ અંદાજમાં નજરે પડે છે. સૌથી નીચેની હરોળમાં બીજા અભિનય પ્રયોગ રજુ કરતા રિવા રાચ્‍છ અને જય વિઠ્ઠલાણી તથા ગુજરાત્રીની સમગ્ર ટીમ નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

 

(1:33 pm IST)