Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

નિમિષભાઇ ગણાત્રાની ફરમાઇશ ધ્‍યાને લઇ આ વખતે પણ નવા જ પ્રયોગ સાથે

વિરલ રાચ્‍છ અને મિલિન્‍દ ગઢવીની જોડી દ્વારા ગુજરાતી ગીતોના મુખડા પર રજુ થયેલી અંતાક્ષરીએ સૌને ડોલાવ્‍યા

રાજકોટ : ‘અકિલા'ના શ્રી નિમિષભાઇ ગણાત્રાની ફરમાઇશ લઇને ‘કોકટેલ દેસી સીઝન-૩' માં પણ બહેશ બાજીનો એક ઉપક્રમ રાખવામાં આવ્‍યો હતો. આ પહેલા શેરો સાયરીની અંતાક્ષરી અને બાદમાં કવિતાની પંક્‍તિનો પ્રયોગ પણ થઇ ચુકયો છે. ત્‍યારે આ વખતે કઇક નવુ જ આપવાના પ્રયાસથી ગુજરાતી ગીતોના મુખડા પર અંતાક્ષરી રજુ કરવામાં આવી હતી. વિરલ રાચ્‍છ અને મિલિન્‍દ ગઢવીએ બેઠક સંભાળી એક એકતી ચડીયાતા ગુજરાતી ગીતોની પંક્‍તિઓ અહીં રજુ કરી દાદ મેળવી હતી. શરૂઆત મિલિન્‍દ ગઢવીએ ‘કાંઠો તો યમુનાનો પુનમ ગોકુળીયાની વેણ વાસણીના વેળ મારગ મથુરાનો... 'થી કર્યા બાદ વિરલ રાચ્‍છે ‘રાધનું નામ તમે વાંસળીના સુર મહી વહેતુ ન મેલો ઘનશ્‍યામ...' થી તેની પૂર્તિ કરી હતી. બાદમાં આ સીલ સીલો સતત આગળ વધ્‍યો અને ‘મોજ માં રહેવુ મોજમાં રહેવુ.. અગમ અગોચર અલખધણીની ખોજમાં રહેવુ રે', ‘રાત આખી આસપાસ સુતા આ ઉજાગરાને વહેલી સવારે સંજવારી..', ‘રામની વાડી ગામ આખાની હોયના એને વાડ ... ', ‘જાણી બુજીને અમે અળગા ચાલ્‍યા છતા પાલવ અડકયાનો મને વહેમ છે...', ‘છાશ લેવા જાવ છુ તો દોણી નહીં સંતાડુ મારી પંક્‍તિને તમે છાપો એક તો એવોર્ડ આપો' જેવી એક એકથી ચડીયાતી અને લોકહૈયે ચડેલી ગુજરાતી ગીતોની પંક્‍તિઓ સતત છવાયેલી રહી હતી. અહીં આ ગીતના રચયિતાનું નામ લીધા વગર રજુઆતો થતી રહી છતા શ્રોતાઓમાંથી જ એ પંક્‍તિના રચયિતાના નામોની ગુંજ ઉઠતી રહી એ જ આ કાર્યક્રમની સફળતાનું પ્રમાણપત્ર બની રહ્યુ હતુ.

 

(1:33 pm IST)