Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

નવી પેઢીના કલાકારો, વણકરો અને હસ્‍તકલા કારીગરોની સાથે ફિલપકાર્ટ ભારતના ગ્રામ્‍ય અર્થતંત્રને વેગ આપશે

આજે લાખો જીવનધોરણમાં સકારાત્‍મક સુધારા આવ્‍યા છે

મુંબઇ તા. ૯ : ભારતની એક લાંબી અને કળાનો ઇતિહાસ ધરાવે છે, ઘણી સ્‍વદેશી હસ્‍તકળા અને કારીગરી પેઢી દર પેઢી કલાકારોના સમુદાયમાં ઉતરે છે. ભારતના હજારો કલાકારો, વણકરો અને માઇક્રો- આંત્રપ્રિન્‍યોર્સ પણ આપણા દેશના અર્થતંત્રનો એક મોટો હિસ્‍સો છે. ફિલપકાર્ટ સમર્થને ૨૦૧૯માં રજૂ કરવામાં આવ્‍યું હતું, જેથી તેઓ ભારતના કલાકારો, વણકરો અને માઇક્રો-આંત્રપ્રિન્‍યોર્સને નજીક લાવે અને તે ઇ-કોમર્સમાં ભળે જેના લીધે આજે લાખો જીવનધોરણમાં સકારાત્‍મક સુધારા આવ્‍યા છે.
ફિલપકાર્ટ સમર્થએ પણ મહિલા અને ગ્રામ્‍ય આંત્રપ્રિન્‍યોર્સ, કલાકારો અને વણકરો જેમાં શારીરિક વિકલાંગો પણ સામેલ છે, તેમને કેપિટલ, માળખાકિય અને ડિઝીટલ તાલિમમાં ઘણા પડકારોનો સામનો કરવો પડે છે, પણ સમર્થનો હેતુ ઇ-કોમર્સમાં તેમના પ્રવેશને સરળ કરવાનો તથા ટેકનલોજીનો ઉપયોગ સરળ બનાવીને તેમની સ્‍થાનિક પ્રોડક્‍ટ્‍સ અને હેન્‍ડક્રાફટ્‍સને ઓનલાઈન લાવવામાં મદદ કરવાનો હતો. ક્ષમતા ધરાવતા વેચાણકર્તા સુધી પહોંચીને જાગૃતતા કેમ્‍પેઇન ચલાવી તેઓ પ્‍લેટફોર્મ પર જોડાઇ શકે છે, ફિલપકાર્ટએ પણ સમર્થ સહયોગીને એક કન્‍ઝ્‍યુમર ફીડબેક પૂરું પાડ્‍યું હતું. જેની મદદથી તેઓ તેમની પ્રોડક્‍ટ્‍સની ગુણવત્તા સુધારીને તેમના પ્‍લેટફોર્મ પર તેમની કમાણીને વધારી શકે છે.
ભારતના વિવિધ હિસ્‍સાના વેચાણકર્તાઓને ફિલપકાર્ટ સમર્થનો લાભ મળ્‍યો છે. ચુંટાયેલા વેચાણકર્તાઓની પ્રેરણાદાયી અને પ્રોત્‍સાહક વાર્તાઓને અહીં દર્શાવવામાં આવી છે.
વિવેક રાઘવભાઈ માલવિયા જે, સપનાના શહેર મુંબઈના એક ૨૫ વર્ષના બિઝનેસમેન છે. તેમના પિતરાઈ સાથે તેનો પોતાનો બિઝનેસ શરૂ કરવાની આશામાં તેઓ રાજકોટ આવ્‍યા અને ત્રણ વર્ષ પહેલા બીકોમની ડિગ્રી પૂરી કરી. મિત્ર પાસેથી ભલામણ મેળવ્‍યા બાદ તેને વોટર બોટલ્‍સ, ઓઇલ ડિસ્‍પેન્‍સર્સ અને અન્‍ય પ્‍લાસ્‍ટિકની તથા કાચની વસ્‍તુઓની વિવિધ આઇટમ્‍સને વિવિધ ડિઝાઈન્‍સ અને રંગોમાં ફિલપકાર્ટ પર ઓનલાઈન વેચવાનું નક્કી કર્યું છે. શરૂઆતમાં થોડી નબળી શરૂઆત બાદ, લગભગ ૧ વર્ષની મહેનત બાદ બિઝનેસની ફલાઇટ ઉપડી. ફિલપકાર્ટ ખાતે એકાઉન્‍ટ મેનેજર દ્વારા માર્ગદર્શન અને સહાય પૂરા પાડ્‍યા બાદ, અમે કઈ રીતે બિઝનેસને વધારવો અને તેના ફાઈનાન્‍સની જાળવણી કરવી તે શિખ્‍યા. તેનાથી વાર્ષિક ધોરણે ૫ ગણી વૃદ્ધિ નોંધાયી છે.
ધવલ પટેલ પણ ગુજરાત, રાજકોટના એક નાનકડા ગામ વિરપુરના આવા જ એક વેચાણકર્તા છે. નવરંગ હેન્‍ડીક્રાફટ્‍સના તેના બિઝનેસથી લગભગ ૩૫દ્મક પણ વધુ મહિલાઓ માટે રોજગારીની તકો ઉભી કરી છે, જેમાંથી ડ્રાયફ્રુટ બોક્‍સ, પૂજા બાજોઠ, ગિફટ બોક્‍સ અને ડેકોરેટિવ્‍સ જેવી ૮૦ ટકા પ્રોડક્‍ટ્‍સ મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે. આ બિઝનેસની શરૂઆત ધવલના કાકા દ્વારા કરવામાં આવી હતી, જે એક કલાકાર છે. ધવલએ ત્રણ વર્ષ પહેલા ફિલપકાર્ટ સમર્થના વેચાણકર્તા તરીકે ઓનબોર્ડ જોડાયો હતો અને ત્‍યારથી જ તેના બિઝનેસમાં અદ્દભુત વૃદ્ધિ જોવા મળી છે. ઓનલાઈન પ્‍લેટફોર્મ દ્વારા ધવલને અન્‍ય શહેરોમાં તેની પ્રોડક્‍ટસ વેચવા માટે મુસાફરીની કે પછી સમયસર પેમેન્‍ટની કોઈ ચિંતા નથી. ફિલપકાર્ટ સમર્થના વેચાણકર્તા હોવાને નાતે, ધવલને સમયસર પેમેન્‍ટ્‍સ, લિસ્‍ટિંગ્‍સ અને લક્ષ્યાંકિત ગ્રાહકોનો સતત સહકાર મળતો રહે છે. ધવલના બિઝનેસનો ૮૦ ટકા હિસ્‍સો ઓનલાઈન માર્કેટપ્‍લેસ દ્વારા થઈ રહ્યો છે. ફિલપકાર્ટ પર ૪.૭ રેટિંગની સાથે તે ટોચના વેચાણકર્તામાંનો એક છે.

 

(3:34 pm IST)