Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

સ્‍માર્ટફોનની દુનિયાનો સૌથી નાનો ફોન જે તમારી મિઠીમાં આવી જશે અને કોઇને ખબર પણ નહિ પડે !

આંગળીથી પણ નાના KECHAODA A26 સ્‍માર્ટફોને બજારમાં ધુમ મચાવી : ફોનની કિંમત જાણી લોકોએ ફોન ખરીદવા બજાર તરફ દોડ મૂકિ

નવી દિલ્‍લી : બજારમાં આમ તો વિવિધ જાતનાં ફોન ઉપલબ્‍ધ છે. અને વિવિધ કંપનીઓ પોતાની કંપનીને ટોચ પર રાખવા વિવિધ જાતનાં ફોન બનાવે છે અને તેની ડિઝાઈન પણ અન્‍યથી કાંઇક હટકે બનાવે છે. ત્‍યારે સ્‍માર્ટફોનની દુનીયામાં એક મીની ફોન લોંચ થયો છે. KECHAODA A26 સ્‍માર્ટફોન તમારી મુઠીમાં આવી જશે અને કોઇને ખબર પણ નહિ પડે. આ ફોન લગભગ બધી જ ઈ-કોમર્સ સાઈટ પર 1,220 રૂપિયાની આસપાસ મળી રહેશે.

આજકાલ જમાનો સ્માર્ટફોનનો છે. જેથી કરીને કંપનીઓ પણ યુઝર્સની સુવિધાને ધ્યાનમાં રાખીને એક પર એક લેટેસ્ટ ફીચર્સ વાળા સ્માર્ટફોન બજારમાં ઉતારે છે. આપને બધા જ બજેટની રેન્જમાં સ્માર્ટફોન મળી રહે છે. પરંતુ આજે પણ કેટલાક લોકો એવા છે જે ફીચર ફોનનો ઉપયોગ કરે છે. આજે અમે આપને એવા જ એક ફીચર ફોન વિશે જણાવીશું જેની સાઈઝ એક આંગળી બરાબર છે.

મુઠ્ઠીમાં આવી જશે આ ફોન-

KECHAODA A26 એક એવો ફીચર ફોન છે જે દેખાવમાં એકદમ ક્યૂટ છે અને તેની ખાસિયત છે તેની સાઈઝ. આ ફોન સાઈઝમાં એટલો નાનો છે કે મુઠ્ઠીમાં બંધ પણ કરી લેશો તો પણ કોઈને ખબર નહીં પડે. આ ફોન સાઈઝમાં તમારી આંગળીથી પણ નાનો લાગશે. અને આકર્શક પણ છે. આપ આ ફોનને સેકન્ટરી ફોનની જેમ પણ ઉપયોગ કરી શકો છો.

ઓછી કિંમતનો છે ફોન-

KECHAODA A26 ફોનની કિંમત પર નજર કરીએ તો તે માત્ર 1,220 રૂપિયામાં મળી રહે છે. આ ફોન લગભગ બધી જ ઈ-કોમર્સ સાઈટ પર મળી રહેશે. આ ફોનનો બ્લેક, ગોલ્ડ, ગ્રે, સિલ્વર અને પિંક કલર પણ મળી રહે છે.

નાનકડા ફોનથી કરી શક્શો કૉલિંગ-

KECHAODA A26 ફોનથી આપ કૉલિંગ અને મેસેજ કરી શક્શો. આ ફોનમાં 32 એમબી રેમ અને 32 એમબી રોમ પણ મળી રહેશે. એટલુ જ નહીં પણ આપ 16 જીબી સુધીનું મેમરી કાર્ડ પણ લગાવી શકો છો. આ ફોનમાં 0.66 ઈંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. અને પાવર બેકઅપ માટે 800mAhની બેટરી પણ આપવામાં આવી છે. ફોનમાં ડ્યૂલ સિમ સપોર્ટ કરે છે.

(5:43 pm IST)