Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

રાજકોટ શહેર પોલીસની કાબિલેદાદ કામગીરી : કરણસિંહજી હાઈસ્કૂલ પાસે જૂનાગઢના સોની વેપારી પાસેથી 24 લાખના સોનાના 5 બિસ્કિટ બઠાવનાર બંને ગઠીયા ઝડપાયા : મુદામાલ કબ્જે

ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપીને ગઠીયાગીરીના ગુન્હાનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલ્યો: રાજકોટ પોલીસની બાતમીને આધારે સુરેન્દ્રનગર પોલીસે બંન્નેને ઝડપી લીધા

રાજકોટ શહેર પોલીસદ્વારા કાબિલેદાદ કામગીરી કરાઈ છે આજે બપોરે કરણસિંહજી હાઈસ્કૂલ પાસે પોતાની ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપીને  જૂનાગઢના સોની વેપારી પાસેથી 24 લાખના સોનાના 5 બિસ્કિટ બઠાવનાર બંને ગઠીયા ઝડપાયા છે અને તમામ મુદામાલ કબ્જે  કરાયો છે ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપીને ગઠીયાગીરીના ગુન્હાનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલ્યો છે  રાજકોટ પોલીસની બાતમીને આધારે સુરેન્દ્રનગર પોલીસે બંન્નેને ઝડપી લીધા છે

જોકે આ બાબતે સત્તાવાર સમર્થન હજુ મળતું નથી, વિગત મેળવાઈ રહી છે

(12:00 am IST)