Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

ગરીબ નવાઝ મસ્જિદ કમિટી સેક્રેટરી વિરુદ્ધ દાખલ કરાયેલી એફઆઈઆર રદ કરવાનો અલ્હાબાદ હાઇકોર્ટનો ઇન્કાર : મસ્જિદના ડિમોલિશન અંગે ધ વાયર વેબસાઈટ ઉપર પ્રસારિત કરાયેલો વિડિઓ ઇન્ટરવ્યૂ બે કોમ વચ્ચે દુષ્મનાવટ ઉભી કરનારો : યુ.પી.પોલીસે દાખલ કરેલી એફઆઈઆર સામે ધરપકડથી બચવા આગોતરા જામીન માંગવા ખંડપીઠનું સૂચન

અલ્હાબાદ : ગરીબ નવાઝ મસ્જિદ કમિટી સેક્રેટરી મોહંમદ અનીસ તથા બારાબંકીના નાગરિક મોહંમદ નાઈમે તેઓના વિરુદ્ધ યુ.પી.પોલીસે નોંધેલી એફઆઈઆર રદ  કરવા અલ્હાબાદ કોર્ટમાં અરજ ગુજારી હતી.જેના અનુસંધાને નામદાર કોર્ટે તેઓની માંગણી સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો.તથા ખંડપીઠે જણાવ્યું હતું કે યુ.પી.પોલીસે નોંધેલી એફઆઇઆરથી ધરપકડ થવાનો તમને ભય હોય તો તમે આગોતરા જામીન મેળવવા માટે અરજી કરી શકો છો.

ઉલ્લેખનીય છે કે યુ.પી.પોલીસે નોંધેલી એફઆઇઆરમાં આરોપીઓ વિરુદ્ધ કરાયેલા આરોપમાં જણાવાયું છે કે મસ્જિદના ડિમોલિશન અંગે ધ વાયર વેબસાઈટ ઉપર પ્રસારિત કરાયેલો વિડિઓ  ઇન્ટરવ્યૂ બે કોમ વચ્ચે દુષ્મનાવટ ઉભી કરનારો છે.તેમજ એક પ્રકારના ષડયંત્ર દ્વારા કોમી રમખાણ ફેલાવવાનો હેતુ હોવાનું જણાયુ છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:43 pm IST)