Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

શિક્ષણમાં જાતિ આધારિત અનામત પ્રથાની સમય મર્યાદા નક્કી કરવાની પિટિશન સુપ્રીમ કોર્ટે ફગાવી : અનામતને આધારે ડોક્ટર ,વકીલ ,કે એન્જીનીઅર બનતા ઉમેદવારોથી દેશને નુકશાન થાય છે : ડો.સુભાષ વિજયરનની પિટિશન ઉપર વિચારણા કરવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર

ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટમાં ડો.સુભાષ વિજયરને પિટિશન દાખલ કરી હતી જેમાં જણાવાયું હતું કે શિક્ષણમાં જાતિ આધારિત અનામત પ્રથાની સમય મર્યાદા નક્કી કરવી જોઈએ.જે માટે તેમણે સુપ્રીમ કોર્ટનો ચુકાદો ટાંક્યો  હતો જેમાં જણાવાયું હતું કે દર પાંચ વર્ષે આ બાબત ઉપર વિચારણા થવી જોઈએ. પરંતુ 13 વર્ષ પછી પણ કોઈ વિચારણા થઇ નથી.

અરજદારે કરેલી રજુઆત મુજબ અનામતને આધારે ડોક્ટર ,વકીલ ,કે  એન્જીનીઅર બનતા ઉમેદવારોથી દેશને નુકશાન થાય છે .તેજસ્વી ઉમેદવારોની જગ્યાએ તેમનાથી ઓછા તેજસ્વી ઉમેદવારો લાભ મેળવી જાય છે. પરિણામે દર વર્ષે 50 ટકા તેજસ્વી ઉમેદવારોનો ભોગ લેવાય જાય છે.

હકીકતમાં પછાત કોમમાંથી આવતા લોકોને સ્કોલરશીપ ,ફ્રી ટ્યુશન સહિતની સવલત આપી તમામ માટે ખુલ્લી સ્પર્ધા રાખવી જોઈએ.તથા અનામતની સમય મર્યાદા નક્કી થવી જોઈએ.

નામદાર કોર્ટને આ બાબતે સુનાવણી કરવાનું યોગ્ય નહીં લાગતા પિટિશન પાછી ખેંચી લેવાની સૂચના  આપી હતી તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

(6:40 pm IST)