Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

તહેવારોની સિઝનમાં ખરીદીની તૈયારીસ્ત્રીઓ કરતા પુરૂષોમાં વધુ

૫૮ ટકા શહેરીજનો દિવાળી પર ખરીદી કરવાનું આયોજન કરી રહ્યા છે જ્‍યારે ૩૯ ટકા લોકો ઓનલાઇન ખરીદી કરવાનું વિચારી રહ્યા છે

મુંબઇ,તા. ૯ : તહેવારોની સીઝનની શરૂઆત સાથે, ૫૮ ટકા શહેરીજનો દિવાળી પર ખરીદી કરવાનું આયોજન કરી રહ્યા છે જયારે ૩૯ ટકા લોકો ઓનલાઈન ખરીદી કરવાનું વિચારી રહ્યા છે. વૈશ્વિક સંશોધન અને વિશ્‍લેષણ જૂથ YouGov દ્વારા કરવામાં આવેલા સર્વેમાં આ શક્‍યતા વ્‍યક્‍ત કરવામાં આવી છે. સર્વેમાં સામેલ દર ૧૦માંથી છ લોકો દિવાળીના અવસર પર કોઈને કોઈ ખરીદીનું આયોજન કરી રહ્યા છે.

આ સિવાય સર્વેમાં એ પણ જાણવા મળ્‍યું છે કે તહેવારોની સિઝનમાં ખરીદીની તૈયારી સ્ત્રીઓ કરતાં પુરુષોમાં વધુ હોય છે. સર્વેમાં સામેલ ૬૨ ટકા પુરૂષ સહભાગીઓએ દિવાળી પર ખરીદી કરવાની સંભાવના વ્‍યક્‍ત કરી હતી, જયારે મહિલાઓના કિસ્‍સામાં ૫૫ ટકા લોકોએ ખરીદી કરી હતી.

જોકે, ઓનલાઈન શોપિંગના વધતા જતા ચલણની અસર પણ આ સર્વેમાં જોવા મળી છે. આ મુજબ, દર પાંચમાંથી બે લોકો તહેવારોની સિઝન દરમિયાન ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા લાવવામાં આવેલી મોટી ફેસ્‍ટિવ ઓફર્સ પર ખરીદી કરવાનું વિચારી રહ્યા છે. સર્વે અનુસાર, તહેવારોની સિઝન પછી લગ્નની સિઝન શરૂ થશે, લગભગ દરેક ત્રીજી વ્‍યક્‍તિ ખરીદી કરવા માટે જોઈ રહી છે.

(10:36 am IST)