Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

મે ફકત રાયફલ તાકી તો તબાહ થયા : મિસાઇલ છોડી હોત તો ગાયબ થઇ જાત : ગુલાબ નબી આઝાદ

કોંગ્રેસના પૂર્વ નેતાએ વળતો પ્રહાર કર્યો : ઇન્‍દીરાજીને માતા અને રાજીવને ભાઇ ગણાવ્‍યા

જમ્‍મુ,તા. ૯ :  જમ્‍મુ-કાશ્‍મીરમાં નવી પાર્ટી તૈયાર કરી રહેલ આઝાદે ઇશારાઓમાં કોંગ્રેસ નેતાઓની નિવેદનબાજી ઉપર સવાલ ઉઠાવતા જણાવેલ કે, જો હું બેલીસ્‍ટીક મિસાઇલ ચલાવી તો  તેઓ ગાયબ થઇ જાત.. આઝાદે ગયા મહિને કોંગ્રેસ સાથેના પાંચ દાયકાઓના સંબંધનો અંત આણ્‍યો હતો
આઝાદે ગઇ કાલે ભદ્રવાહમાં રેલી યોજી જણાવેલ કે, તેમણે (કોંગ્રેસે) મારી ઉપર મિસાઇલનું નાળચુ મુકેલ, મે ફકત  ૩૦૩ રાયફલથી જ જવાબ આપ્‍યો તો તેઓ તબાહ થઇ ગયા. જો મે મિસાઇલનો ઉપયોગ કર્યો હતો તો શું થાત?  તે ગાયબ થઇ જાત. જો કે તેમણે પૂર્વ વડાપ્રધાન ઇન્‍દીરા અને રાજીવ ગાંધી ઉપર ટીપ્‍પણીથી ઇન્‍કાર કરેલ.
તેમણે વધુમાં જણાવેલ કે, હું પાર્ટીમાં ૫૨ વર્ષ સભ્‍ય રહયો છું રાજીવને મારા ભાઇ અને ઇન્‍દીરાજીને માતા માનું છું હું તેમના વિરૂધ્‍ધ એક પણ શબ્‍દો બોલવા નથી માંગતો. કોંગ્રેસ છોડયા બાદ પહેલી જનસભામાં  જ ગુલાબ નબી આઝાદે નવી પાર્ટી બનાવવાની જાહેરાત કરી હતી.
પોતાની પાર્ટી અંગે આઝાદે જણાવેલ કે, હજી સુધી મે પાર્ટીનું નામ નક્કી નથી કર્યું. જમ્‍મુ-કાશ્‍મીરના લોકો પાર્ટીનું નામ અને ઝંડો નક્કી કરશે. હું મારી પાર્ટીને હિન્‍દુસ્‍તાની નામ આપીશ. જેને દરેક સમજી લે. આઝાદ ૨૦૦૫ થી ૨૦૦૮ દરમિયાન જમ્‍મુ-કાશ્‍મીરના મુખ્‍યમંત્રી રહ્યા હતા. પોતાના પાંચ પાનાના રાજીનામામાં તેમણે પાર્ટી નેતૃત્‍વ અને ખાસ રાહુલને લઇને સોનીયા ગાંધી સમક્ષ સવાલો ઉઠાવેલ.

 

(11:52 am IST)