Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

ડીપોઝીટો મેળવવા એસબીઆઇ સેવીંગ્સ અને સેલરી એકાઉન્ટમાં કરશે સુધારો

નવી રણનીતિ તૈયાર કરવા કન્સલ્ટન્ટ નીમવા વિચારી રહી છે બેંક

મુંબઇ તા. ૯ : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ) પોતાના કરંટ અને સેવીંગ એકાઉન્ટ, સેલરી એકાઉન્ટસ અને ટ્રાન્ઝેકશન બીઝનેસનું માળખું સુધારવાનું આયોજન કરી રહી છે.

એક ટેન્ડરના દસ્તાવેજો અનુસાર ભારતની આ સૌથી મોટી બેંક પોતાના ધંધાની નવી રણનીતિની ડીઝાઇન તૈયાર કરવા માટે એક કન્સલ્ટન્ટને શોધી રહી છે. નવી ડીઝાઇન કરેલી પ્રક્રિયા વિકસાવવા માટે આ કન્સલ્ટન્ટ એસબીઆઇના વિભીન્ન આંતરીક બીઝનેસ યુનિટ અને સર્કલ ટીમ સાથે કામ કરશે. એસબીઆઇ કન્સલ્ટન્ટની નિમણૂંકના એક વર્ષમાં આ પ્રક્રિયા પુરી કરવા માંગે છે પણ જરૂર પડયે તેને વધુ એક વર્ષ લંબાવી શકાશે.

આ બાબતોથી માહિતગાર એક વ્યકિતએ ઓળખ છતી ના કરવાની શરતે કહ્યું કે, અત્યારે જો બજારની સ્થિતિ તમે જોશો તો જણાશે કે ડીપોઝીટરો મેળવવામાં અત્યારે ઘણી બધી હરીફાઇ છે. એસબીઆઇ ઇચ્છે છે કે તેની પ્રોડકટો અન્ય બેંકો કરતા વધારે સારી હોવી જોઇએ.

(3:24 pm IST)