Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

હુગલીમાં ભાજપ નેતા શુભેન્‍દુ અધિકારીને કાળા વાવટા દેખાડાતા હિંસા ભડકીઃ ભાજપ-ટીએમસી કાર્યકરો બાખડયા

કોલકત્તા તા. ૯ : બંગાળના વિપક્ષના નેતા શુભેન્‍દુ અધિકારીને હુગલીના તારકેશ્વરમાં રેલી દરમિયાન ટીએમસી કાર્યકરોએ કાળા વાવટા દેખાડતા ભાજપ અને ટીએમસી કાર્યકર્તાઓ વચ્‍ચે હિંસા ભડકી ઉઠી હતી. બન્‍ને જુથો દ્વારા પથરાવ કરવામાં આવ્‍યો હતો. આ હિંસક અથડામણમાં ૧૦ લોકો ઘાયલ થયેલ જેમને હોસ્‍પિટલમાં દાખલ કરાયેલ ૧૦ માંથી ૩ને વધુ ઇજા થતા તારકેશ્વર હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા છે.

(3:51 pm IST)