Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

સોનાલી ફોગાટ કેસમાં ગોવાના કર્લીજ ક્લબને તોડવા સુપ્રિમનો સ્ટે

નવી દિલ્હી,તા.૯ : હરિયાણાના ભાજપના નેતા અને ટિકટૉક સ્ટાર સોનાલી ફોગાટનું ગોવામાં નિધન થયુ હતુ, સોનાલી ફોગાટના નિધન પહેલા તે રેસ્ટોરન્ટનો ઍક વીડિયો ફૂટેજ પણ સામે આવ્યો હતો જેમાં તેમણે પાર્ટી કરી હતી. કહેવામાં આવ્યુ હતુ કે આ રેસ્ટોરન્ટમાં તેમણે ડ્રગ્સ આપવામાં આવ્યુ હતુ. આ કર્લીજ ક્લબ  (Curly Club)ને પાડવાની કાર્યવાહી શુક્રવારે શરૂ કરવામાં આવી હતી. તંત્ર ભારે પોલીસ દળ સાથે બુલડોઝર લઇને પહોચ્યુ હતુ પરંતુ સુપ્રીમ કોર્ટે ઍનજીટીના આ આદેશ પર રોક લગાવી દીધી છે.

શુક્રવારે કર્લીજ ક્લબ (Curly Club)ને તોડવાના ઍનજીટીના આદેશ પર સુપ્રીમ કોર્ટે વચગાળાની રોક લગાવી છે. સુપ્રીમ કોર્ટે નોટિસ જાહેર કરી છે. હવે આ મામલે આગામી શુક્રવારે સુનાવણી થશે. ગોવાના વકીલના તમામ દસ્તાવેજ મંગાવ્યા છે. સીજેઆઇ જસ્ટિસ યૂયૂ લલિતની અધ્યક્ષતા ધરાવતી બેંચે ૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૨માં આ મામલે વિચાર કરશે. ગોવા કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી તરફથી રેસ્ટોરન્ટને તોડવા પર આગામી આદેશ સુધી વચગાળાની રોક રહેશે.

  સુપ્રીમ કોર્ટના આદેશમાં કહેવામાં આવ્યુ છે કે ઍક સર્વેક્ષણના આધાર પર રેસ્ટોરન્ટને તોડવા સબંધી આદેશ પર વચગાળાની રોક લગાવવામાં આવે છે. કોસ્ટલ ઍરિયા સંરક્ષણથી સબંધિત સર્વેક્ષણ સંખ્યા ૪૨.૧૦ સબંધિત આદેશ પર રોક રહેશે. શરત ઍટલી કે અપીલ કરનાર સંરચના સબંધમાં કોઇ વાણિજ્યિક ગતિવિધિના કરે. જો ઉપરોક્ત સર્વેક્ષણ સંખ્યા સિવાય અન્ય ભૂમિમાં ગેરકાયદેસર નિર્માણ થાય છે તો તોડવાની કાર્યવાહી કરવામાં આવી શકે છે. કોર્ટે જીસીજેડઍમઍને આ મામલે તસવીર અને રિપોર્ટ સાથે બુધવાર પહેલા જવાબ દાખલ કરવાનો આદેશ આપ્યો છે.

મહત્વપૂર્ણ છે કે સોનાલી ફોગાટનું નિધન શંકાસ્પદ હાલતમાં ૨૩ ઓગસ્ટે થયુ હતુ. તે મોત પહેલા કર્લીજ ક્લબ(Curly Club)માં  પાર્ટી કરી રહી હતી. પોલીસ અનુસાર તેને આ ક્લબમાં ડ્રગ્સ આપવામાં આવ્યુ હતુ. શુક્રવારે પોલીસ અને તંત્રઍ કર્લીજ ક્લબને તોડવાની કાર્યવાહી શરૂ કરી હતી, જેની હેઠળ શુક્રવારે સવારથી જ મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓને કર્લીજ ક્લબની બહાર તૈનાત કરવામાં આવ્યા છે. આ સાથે જ ક્લબમાં રહેલા સામાનને પણ બહાર કાઢવામાં આવી રહ્ના હતો.

 ગોવાના લોકપ્રિય અંજુના બીચ પર સ્થિત કર્લીજ રેસ્ટોરન્ટ તાજેતરમાં તે સમયે ચર્ચામાં આવી જ્યારે સોનાલી ફોગાટને તેના મોત પહેલા પાર્ટી કરતી જોવામાં આવી હતી. તેના માલિક ઍડવિન નૂન્સ ભાજપના નેતાના મોત મામલે ધરપકડ કરાયેલા ચાર લોકોમાં સામેલ હતા અને બાદમાં તેમને જામીન આપવામાં આવ્યા હતા. 

(5:05 pm IST)