Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

શ્વેત ક્રાંતિના પ્રણેતા અમુલના સ્‍થાપક વર્ગીસ કુરિયનની આજે પુણ્‍યતિથી

ડો. વર્ગીસ કુીરયન 1970માં ભારતમાં ઓપરેશન ફલડના રૂપમાં દુનિયાની સૌથી મોટી ડેરી પ્રોગ્રામ લઇ આવ્‍યા હતા

નવી દિલ્‍હીઃ કેરળના કોઝિકોડમાં જન્‍મેલા વર્ગીસ કુરિયનની આજે પુણ્‍યતિથી છે. દેશમાં દુધની તંગી હતી ત્‍યારે તેમણે વિશ્વના સૌથી મોટા દુધ ઉત્‍પાદક દેશોમાં ભારતનું નામ ઉમેર્યુ હતુ. શ્વેત ક્રાંતિના જનક અને અમુલના સ્‍થાપક ડો. વર્ગીસ કુરિયન અનેક એવોર્ડથી સન્‍માનિત થયા હતા. આજે દેશમાં 1.6 કરોડથી વધુ દુધ ઉત્‍પાદકો અમુલ પ્‍લાન્‍ટ સાથે જોડાઇ રોજગારી મેળવે છે.

વર્ગિઝ કુરિયન આ નામથી કદાચ કોઈ ગુજરાતી અપરિચિત નહીં હોય. કુરિયનના જન્મદિવસે આપણા દેશમાં રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કેરળના કોઝિકોડમાં 26 નવેમ્બર 1921ના રોજ જન્મેલા વર્ગીઝ કુરિયને ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી હતી. કુરિયન જ ગુજરાતમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા હતા. આવો જાણીએ તેમના વિશે કેટલીક ખાસ વાતો.

દેશ અને દુનિયામાં એક બ્રાન્ડ બનેલી અમૂલની સ્થાપના વર્ગિઝ કુરિયને જ કરી હતી. આજે અમૂલનું દુધ દરેક ઘરે ઘરમાં પહોંચી રહ્યું છે. આપણો દેશ દૂધ ઉત્પાદનમાં વિશ્વમાં ઘણો આગળ વધ્યો તેનો શ્રેય વર્સિઝ કુરિયનને જ જાય છે. આપણે બધા આથી વાકેફ છીએ કે જ્યારે આપણા દેશમાં દૂધની તંગી હતી, ત્યારે જ તેમણે વિશ્વના સૌથી મોટા દૂધ ઉત્પાદક દેશોમાં ભારતનું નામ ઉમેર્યું. ડૉક્ટર વર્ગીઝ જ હતા જે 1970માં ભારતમાં ઓપરેશન ફ્લડ ના રૂપમાં દુનિયાની સૌથી મોટો ડેરી ડેવલોપમેન્ટ પ્રોગ્રામ લઈને આવ્યા. સફેદ ક્રાંતિ દ્વારા ભારતમાં દૂધનું ઉત્પાદન વધ્યું અને મોટી સંખ્યામાં લોકો ડેરી ઉદ્યોગમાં જોડાયા. પ્રથમ વખત, વિશ્વમાં કોઈએ ગાયના પાવડરને બદલે ભેંસનો પાવડર બનાવ્યો. 1955માં કુરિયનને નવી તકનીકની શોધ કરીને ભેંસના દૂધનો પાવડર બનાવ્યો હતો.

કેવી રીતે થઇ શરૂઆત?

1949માં કુરિયને ભારતમાં દૂધનું ઉત્પાદન વધારવા માટે કૈરા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ એસોસિએશન લિમિટેડ એટલે કે નામની ડેરીનું કામ સંભાળ્યું. વર્ગીઝ કુરીયને કમાન સંભાળ્યા પછી દૂધ ઉત્પાદનમાં ક્રાંતિ આવી. આ પછી, KDCMPUL સહકારી મંડળીઓ બનાવવામાં આવી. દૂધના ઉત્પાદનમાં થયેલા વધારાને ધ્યાનમાં લઈને, પ્લાન્ટ લગાવવાનો વિકલ્પ બનાવવામાં આવ્યો હતો જેથી દૂધનો સંગ્રહ કરી શકાય.

અમૂલનું નામ કેવી રીતે પસંદ કરાયું?

કુરિયન KDCMPULનું નામ બદલીને વિશ્વવ્યાપી નામ બનાવવાનું વિચારી રહ્યા હતાં. આ કરવા માટે, તેમને તેના પ્લાન્ટના તમામ કર્મચારીઓની સૂચના પર KDCMPULનું નામ બદલીને અમૂલ રાખ્યું, આજે દેશના ૧.૬ કરોડથી વધુ દૂધ ઉત્પાદકો અમૂલ પ્લાન્ટ જેવા મોટા દૂધ ઉત્પાદકો સાથે સંકળાયેલા છે. ભારતમાં આ દૂધ ઉત્પાદકો તેમના દૂધને અમૂલ સુધી પહોંચાડવા માટે 1 લાખ 85 હજાર 903 ડેરી કો-ઓપરેટીવ મંડળીઓની મદદથી અમૂલ સુધી દૂધ પહોંચાડવાનું કામ કરે છે. આ જ કારણ છે કે આજે દેશમાં અમૂલની સૌથી વધુ પ્રોડક્ટનો ઉપયોગ કરવામાં આવે છે.

ડૉ.વર્ગીઝ કુરિયનને ક્યા એવોર્ડ મળ્યા?

ભારત સરકાર દ્વારા અમૂલના સ્થાપક ડૉ.વર્ગીઝ કુરિયનને પદ્મવિભૂષણ, પદ્મશ્રી, પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. તદુપરાંત, તેમને કમ્યુનિટિ લીડરશીપ માટે રેમન મેગ્સેસે એવોર્ડ, કાર્નેગી વાટલર વિશ્વ શાંતિ પુરસ્કાર અને ઇન્ટરનેશનલ પર્સન ઓફ ધ યર જે અમેરિકા દ્વારા આપવામાં આવ્યો હતો. સફેદ ક્રાંતિના પિતામહ વર્ગીઝ કુરિયન 9 સપ્ટેમ્બર 2012ના દિવસે મૃત્યુ પામ્યા હતા.

(5:21 pm IST)