Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

પોર્ટેબલ અલ્ટ્રાસાઉન્ડ મશીનોથી સ્ત્રી ભ્રૂણ હત્યામાં વધારો થશે : 70 વર્ષીય વૃદ્ધની માંગણી સામે દિલ્હી હાઇકોર્ટમાં AAP સરકારનો જવાબ

ન્યુદિલ્હી : નોંધાયેલ જગ્યાની બહાર પોર્ટેબલ અલ્ટ્રાસાઉન્ડ મશીનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતા સરકારના નોટિફિકેશન સામે 70 વર્ષના એક વ્યક્તિએ દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે.

દિલ્હી સરકારે દિલ્હી હાઈકોર્ટને કહ્યું છે કે જો અલ્ટ્રાસાઉન્ડ મશીનોને પોર્ટેબલ કરવાની મંજૂરી આપવામાં આવે તો તે ગેરકાયદેસર લિંગ નિર્ધારણમાં તીવ્ર વધારો તરફ દોરી જશે અને ગેરકાયદેસર ગર્ભપાત અને સ્ત્રી ભ્રૂણ હત્યાના ગુનાઓ કાનૂની અને સામાજિક જોખમ બની જશે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે 70 વર્ષીય વ્યક્તિ દ્વારા પ્રી-કન્સેપ્શન અને પ્રી-નેટલ ડાયગ્નોસ્ટિક ટેકનિક એક્ટ હેઠળ ઘડવામાં આવેલા નિયમો અને દિલ્હી સરકાર દ્વારા જારી કરાયેલી નોટિફિકેશનને પડકારતી ફેબ્રુઆરી 2015 માં.કરેલી પિટિશન બાદ આ દલીલ કરી હતી.

અરજદારે હાઈકોર્ટનો સંપર્ક કરતા જણાવ્યું હતું કે તે પ્રોગ્રેસિવ સુપ્રાન્યુક્લિયર પાલ્સીથી પીડિત છે, જે મગજ અને ચેતા કોષો પર હુમલો કરે છે અને સંતુલન, હલનચલન, દ્રષ્ટિ અને વાણીમાં તીવ્ર સમસ્યાઓનું કારણ બને છે અને ઘરના આઈસીયુમાં સારવાર લઈ રહ્યો છે.

અરજી પર સુનાવણી કર્યા બાદ જસ્ટિસ સંજીવ નરુલાએ દિલ્હીની એક ખાનગી હોસ્પિટલને તેમના ઘરે અલ્ટ્રાસાઉન્ડ મશીન પહોંચાડવાનો નિર્દેશ આપ્યો હતો.

કોર્ટે કહ્યું કે જો પીસીપીએનડીટી એક્ટની જોગવાઈઓને એવી રીતે અર્થઘટન કરવામાં આવે કે જે તેને આવશ્યક તબીબી સારવાર મેળવવાથી અટકાવે તો તેના જીવનના અધિકારનું ઉલ્લંઘન થશે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:44 pm IST)