Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

જેટલું પ્રદૂષણ વધશે તેનાથી કોરોના વાયરસ ફેલાવવાનું જોખમ વધશે એમ્સના ડો,રણદીપ ગુલેરિયાની ચેતવણી

દિલ્હીમાં સતત વધતા પ્રદૂષણના સ્તર પર સતર્કતા આવશ્યક

દિલ્હી એમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ કોરોના વિશે એક ચેતવણી ઉચ્ચારી છે.એમ્સ (AIIMS) ના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે વાયુ પ્રદૂષણ વધવાની સાથે જ કોરોનાના કેસમાં વધારો થઈ શકે છે. તેમણે દિલ્હીમાં સતત વધતા પ્રદૂષણ ના સ્તર પર સતર્કતા વર્તવાનું કહ્યું છે. તેમણે કહ્યું કે જેટલું પ્રદૂષણ વધશે તેનાથી કોરોના વાયરસ ફેલાવવાનું જોખમ વધે છે.

 એમ્સના ડાઈરેક્ટરે કહ્યું કે અનેક સ્ટડીમાં એ વાત સામે આવી છે કે પ્રદૂષણ વધતા કોવિડ 19 વાયરસ હવામાં વધુ સમય સુધી રહે છે જે આપણા શ્વાસ લેતાની સાથે જ શરીરમાં પ્રવેશે છે. તેમણે કહ્યું કે હવે દેશ અનલોક થઈ રહ્યો છે જેનાથી પ્રદૂષણની સમસ્યા ફરીથી સામે આવી રહી છે. પરંતુ જો કોરોના વાયરસ અને પ્રદૂષણ બંને એક સાથે વધશે તો જનતા માટે મુશ્કેલી ઉભી થશે.

 

રણદીપ ગુલેરિયાએ કહ્યું કે જે લોકોને શ્વાસ સંબધિત બીમારી જેમ કે અસ્થમા વગેરે છે તેઓએ જરૂર ન હોય તો ઘરની બહાર ન નીકળવું જોઈએ. તેમને ફેફસા સંબંધિત સમસ્યા થઈ શકે છે. તેમણે એમ પણ કહ્યું કે તેનાથી રોગીની બીમારી જટિલ બની શકે છે. તેમણે ચીન અને ઈટાલીના રિપોર્ટ લઈને કહ્યું કે ત્યાંના કેટલાક રિસર્ચમાં એ વાત સામે આવી છે કે જ્યાં AQI 2.5થી વધુ રહ્યો ત્યાં કોરોના કેસમાં 8 થી 9 ટકાનો વધારો જોવા મળ્યો.

(11:36 am IST)