Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

હવે નકસલીઓનો ગાળિયો કસવા ગૃહ મંત્રી અમિતભાઇ શાહ તૈયાર

આવતા વર્ષે ત્રણ રાજ્યમાં સફાયો કરાશે : ૩ રાજ્યમાં માઓવાદીઓના ઠેકાણાને ખતમ કરવાનું લક્ષ્ય

નવી દિલ્હી, તા. ૯ : દેશના અગત્યના રાજયમાં નકસલવાદની સમસ્યાનો ઉકેલ લાવવા માટે ગૃહ મંત્રી અમિત શાહ ઘણા સક્રિય જોવા મળી રહ્યા છે. નકસલવાદની વિરુદ્ઘ ચાલી રહેલા અભિયાનથી અમિત શાહ નાખુશ છે. ગત મહિને મળેલી મીટિંગમાં અધિકારીઓ પાસેથી તેમણે દળોની જાણકારી માંગી છે, જે નકસલવાદીઓના ઠેકાણાઓને ખતમ નથી કરી શકતા.  ગૃહ મંત્રીની સમીક્ષા મીટિંગમાં સેન્ટ્રલ પેરા મિલિટ્રી દળ, સેન્ટ્રલ આઇબી અને પાંચ રાજયોના સરકારી અધિકારી સામેલ થયા હતા.

નકસલવાદની સમસ્યાના ઉકેલ માટે ગત મહિને એક મીટિંગ મળી હતી. આ મીટિંગનો મુખ્ય ઉદ્દેશ્ય એ જાણવાનો હતો કે કયાં, કયારે અને કેમ પરેશાની આવી રહી છે. ગોપનીયતાની શરત પર એક સીઆરપીએફના અધિકારીએ જણાવ્યું કે બિહાર, ઝારખંડ અને મહારાષ્ટ્રમાં આગામી ઉનાળા સુધીમાં માઓવાદીઓના મજબૂત ઠેકાણાઓને ખતમ કરવાનું લક્ષ્ય આપવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આ પ્રકારના દાવા સીપીઆઇ માઓવાદીના સાઉથ સબ ઝોનલ બ્યૂરોએ પણ કર્યા હતા.

અમિત શાહની અધ્યક્ષતાવાળી સમીક્ષા મીટિંગ બાદ તરત જ સીપીઆઇ માઓવાદીના સાઉથ સબ ઝોનલ બ્યૂરોએ ૨ નવેમ્બરે એક નિવેદન જાહેર કર્યું હતું. આ નિવેદનમાં દાવો કરવામાં આવ્યો હતો કે છત્તીસગઢમાં નવેમ્બર ૨૦૨૦થી જૂન ૨૦૨૧ની વચ્ચે પ્રહાર-૩ નામથી એક ઓપરેશનની યોજના બનાવવામાં આવી રહી છે. જોકે સલાહકાર વિજય કુમારે ઓપરેશન કે તેનો સમય જણાવવાનો ઇકનાર કરી દીધો હતો.

જોકે, ગૃહ મંત્રીએ રાજય અને કેન્દ્રના દળોને પરસ્પર સારી રીતે કામ કરવા માટે કહ્યું છે. તેઓએ જણાવ્યું કે, ગૃહ મંત્રીએ એવા રાજયોની મદદ કરવા માટે સમીક્ષા કરી છે, જે સારૂ પ્રદર્શન નથી કરી શકતા. તેઓએ જણાવ્યું કે, કયા રાજય પૂરતું કામ નથી કરી રહ્યા, રાજયોની ભવિષ્યમાં કેવી રીતે મદદ કરી શકાય છે. આ પ્રકારના મુદ્દાઓ પર ચર્ચા થઈ. અધિકારીઓએ જણાવ્યું કે, સૌથી વધુ ધ્યાન આપનારી યાદીમાં હજુ પણ છત્તીસગઢનું નામ સૌથી પહેલા છે. દિલ્હીમાં મળેલી મીટિંગના તરત બાદ જ વિજય કુમાર બસ્તરની સ્થિતિની સમક્ષા કરવા રાજય અને કેન્ર્ ના પોલીસ અધિકારીઓને મળવા સુકમા માટે રવાના થયા હતા. વાપસી પર તેઓએ જણાવ્યું કે, છત્તીસગઢમાં નકસલ સેનામાં સ્થાનિક લોકોને સામેલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓએ જણાવ્યું કે ઇન્ટેલિજન્સે કેટલીક રણનીતિઓ જણાવી છે. આ ઉપરાંત ગૃહ મંત્રીએ રાજય અને કેન્દ્રની પોલીસની વચ્ચે સારા તાલમેલ ઊભો કરવા માટે કહ્યું છે.

(11:26 am IST)