Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

અમેરિકાના સેન્ટ્રલ ફ્લોરિડામાં તળાવ પર બે વિમાનો સામસામે અથડાતા ચાર લોકોના મોત

અકસ્માત વિન્ટર હેવનમાં લેક હાર્ટ્રીજ પર થયો:એક પાઇપર જે-3 કબ સીપ્લેન અને ચેરોકી પાઇપર 161 ફિક્સ-વિંગ એરક્રાફ્ટ 2 વાગ્યાની આસપાસ અથડાયા: એક વિમાન તળાવમાં લગભગ 21 ફૂટ પાણીની નીચે ડૂબી ગયું

નવી દિલ્હી : અમેરિકાના સેન્ટ્રલ ફ્લોરિડામાં એક તળાવ પર બે વિમાનો સામસામે અથડાતા ચાર લોકોના મોત થયા છે. શેરિફના અધિકારીઓએ આ માહિતી આપી હતી, પોલ્ક કાઉન્ટી શેરિફ ગ્રેડી જુડે જણાવ્યું હતું કે, આ અકસ્માત વિન્ટર હેવનમાં લેક હાર્ટ્રીજ પર થયો હતો, જ્યાં એક પાઇપર જે-3 કબ સીપ્લેન અને ચેરોકી પાઇપર 161 ફિક્સ-વિંગ એરક્રાફ્ટ 2 વાગ્યાની આસપાસ અથડાયા હતા.

 ઘણા બચાવ કાર્યકરોના જણાવ્યા મુજબ, એક વિમાન તળાવમાં લગભગ 21 ફૂટ પાણીની નીચે ડૂબી ગયું હતું, ત્યારે બીજું આંશિક રીતે ડૂબી ગયું હતું. બચાવકર્મીઓએ વિમાનમાંથી ચાર મૃતદેહ બહાર કાઢ્યા હતા

(10:51 am IST)