Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

કેમ્‍પા કોલા યાદ છે? ૫૦ વર્ષ જૂના ઠંડા પીણાનું જબરદસ્‍ત પુનરાગમન

રિલાયન્‍સે ૫૦ વર્ષ જૂની આઇકોનિક કેમ્‍પા કોલા બેવરેજ બ્રાન્‍ડ લોન્‍ચ કરી : પેપ્‍સી અને કોકા કોલાને કેમ્‍પા કોલા સાથે સીધી સ્‍પર્ધા મળશે

મુંબઇ તા. ૧૦ : મુકેશ અંબાણીની રિલાયન્‍સ કન્‍ઝ્‍યુમર પ્રોડક્‍ટ્‍સ લિમિટેડ (RCPL) એ ભારતની આઇકોનિક બેવરેજ બ્રાન્‍ડ કેમ્‍પા લોન્‍ચ કરવાની જાહેરાત કરી છે. રિલાયન્‍સ સાથે મળીને લગભગ અડધી સદી જૂની બ્રાન્‍ડ કેમ્‍પાએ ભારતીય પીણાં બજારમાં પુનરાગમન કર્યું છે. શરૂઆતમાં કેમ્‍પા કોલા, કેમ્‍પા લેમન અને કેમ્‍પા ઓરેન્‍જ માર્કેટમાં લોન્‍ચ કરવામાં આવશે. કંપનીએ તેને ધ ગ્રેટ ઈન્‍ડિયન ટેસ્‍ટ' નામ આપ્‍યું છે.

ભારતીય બ્રાન્‍ડ કેમ્‍પા લોન્‍ચ કરીને, રિલાયન્‍સ ઈન્‍ડસ્‍ટ્રીઝે વિશ્વની બે સૌથી મોટી કંપનીઓ, પેપ્‍સીકો અને કોકા-કોલાને ભારતીય પીણા બજારમાં પડકાર આપ્‍યો છે. માર્કેટ એક્‍સપર્ટનું અનુમાન છે કે કેમ્‍પા પેપ્‍સીકો અને કોકા-કોલાના માર્કેટમાં સીધો પ્રવેશ કરશે. રિલાયન્‍સનું કહેવું છે કે રિલાયન્‍સ ભારતમાં તેની પોતાની રિટેલ ચેઈનના આધારે આ દિગ્‍ગજો સાથે સ્‍પર્ધા કરવા તૈયાર છે.

લોન્‍ચ પર બોલતા, રિલાયન્‍સ કન્‍ઝ્‍યુમર પ્રોડક્‍ટ્‍સ લિમિટેડના પ્રવક્‍તાએ કહ્યું, ‘કેમ્‍પાને તેના નવા અવતારમાં રજૂ કરીને, અમે આશા રાખીએ છીએ કે ગ્રાહકોની આગામી પેઢી આ આઇકોનિક બ્રાન્‍ડને અપનાવશે, યુવા ગ્રાહકોને નવો સ્‍વાદ ગમશે. ઝડપથી વિકસતા ભારતીય બજારમાં વધુ વપરાશને કારણે કેમ્‍પા માટે ઘણી તકો છે.'

૨૦૦, ૫૦૦ અને ૬૦૦ ml ના પેક ઉપરાંત, કંપની ૧ અને ૨ લીટરના સ્‍થાનિક પેકમાં પણ કેમ્‍પા ઓફર કરશે. RCPL એ આંધ્ર પ્રદેશ અને તેલંગાણાથી શરૂ કરીને સમગ્ર ભારતમાં તેનો કોલ્‍ડ બેવરેજ પોર્ટફોલિયો બહાર પાડ્‍યો છે. કંપનીનું વિઝન ભારતીય ઉપભોક્‍તાઓને પોસાય તેવા દરે ઉચ્‍ચ ગુણવત્તાવાળા ઉત્‍પાદનોની સેવા આપવાનું છે.

(10:49 am IST)